________________ હાથ હલાવ્યા વિના તરતા શિખો ! ધર્મ એટલે શુભ પ્રવૃત્તિ, ધર્મ એટલે શુદ્ધ પ્રવૃત્તિ. જેનાથી જીવન ઉર્ધ્વગામી બને, મનના કચરાઓ દૂર થાય, પવિત્રતાની વૃદ્ધિ થાય, સદાચારની સુવાસ ફેલાય તેનું નામ ધર્મ. ધર્મ મનની મેલાસ દૂર કરીને મોક્ષ સુધી પહોંચાડે છે. તમામ સુખો, પ્રસન્નતા અને શાંતિનું કારણ ધર્મ જ છે. ધર્મને સમજવાની જરૂર છે. ધર્મ માત્ર ચર્ચાનો વિષય નથી. ધર્મ ધ્યાનનો વિષય નથી. ધર્મ વિચારણાનો વિષય નથી. ધર્મ પ્રવૃત્તિરૂપ છે. આચરણનો વિષય છે. મન વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ દ્વારા ધર્મ આરાધવાનો છે. આજે ચર્ચાઓ પરિસંવાદો-લેખો-વાર્તાઓ અને વ્યાખ્યાનમાળાઓના માધ્યમે ધર્મ અને ધર્માને તોલવાની ભ્રામકતાનો વ્યાપ વધતો જાય છે. શુદ્ધ આચારથી, શુદ્ધ ચારિત્રથી ધર્મી બનાય છે. Character શુદ્ધ હોય તેજ બીજાને સુધારવાની લાયકાત ધરાવે છે. કોકે સુંદર કહ્યું છે કે Great teachers teach not by mear words but by force of character, કૂવામાં ન હોય તો હવાડામાં શું આવે ? Beggar cannot help another beggar, સ્વયં ચારિત્રભ્રષ્ટ બીજાને શું સુધારવાના ? આજે એસ આરામથી ધર્મ કરવો છે. તમામ ભોગોને ભોગવવા સાથે ધર્મ કરવો છે. શરીર કે સંપત્તિના ઘસારા વિના ધર્મ કરવો છે. આચરણની ઠેકડી ઉડાવી ધર્મની વાતો કરવા માત્રથી ધર્મ કરવો છે. આ તો ધર્મ કર્યા વગર ધર્મી દેખાવાના ગોરખધંધાનો એક પ્રકાર છે. ધર્મ કરવાનો છે. ધર્મ આચરવાનો છે. ધર્મ માટે શરીર અને સમયનો ઘસારો વેઠવાનો છે. તો જ આ ધર્મ પચે. તો જ ધર્મનું સાચું ફળ મળે. એક ભાઈ સાધક પાસે ગયા, ગુરૂદેવ ! મારે મોક્ષમાં જવું છે. શક્ય એટલુ જલ્દી જવું છે. આજ થતી હોય તો કાલ નથી કરવી, મને straight