Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૯
ગાદીપતિ બન્યા. તેમાં પૂ. રામમુનિ, પૂ. લાભમુનિ તથા પૂ. ભાવમુનિ, પૂ. ભાસ્કરમુનિ મ.સા.નો સમાવેશ થાય છે.
પૂ. રતનબાઈ, પૂ. વેલબાઈ, પૂ. રૂક્ષ્મણીબાઈ, પૂ. સૂરજબાઈ તથા પૂ. ઉજ્જ્વળકુમારીજી મહાસતીજી આદિનો સતીવૃંદમાં સમાવેશ થાય છે. લીમડી ગોપાલ સંપ્રદાય : પૂ. તપસ્વીરત્ન રામજીમુનિજી, પૂ. કેવળમુનિ, પૂ. ઉત્તમમુનિ, પૂ. ધન્યમુનિનો સમાવેશ થાય છે. પૂ. મંજુલાબાઈ, પૂ. જસવંતબાઈ, પૂ. કંચનબાઈ તથા પૂ. પ્રજ્ઞાબાઈ આદિ સતીવૃંદ.
આજે લગભગ ૫૦૦ વર્ષથી સ્થાનકવાસી સમાજ વ્યવસ્થિત રીતે શાસન ચલાવી રહ્યો છે અને ઉત્તરોતર, સારા જ્ઞાની તત્ત્વચિંતક, ક્રિયાપાત્ર આચાર્યો અસ્તિત્વમાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, વિ.માં અનેક નાના-મોટા સ્થાનકવાસીના ગચ્છો અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યાં, કેટલાંક સંતોના નામથી પણ સંઘાડા સ્થપાયા.
(૧) હુકમીચંદ મહારાજનો સંઘાડો.
(૨) સમર્થમુનિ મહારાજનો સંઘાડો.
(૩) ચોથમલ મુનિ મહારાજનો સંઘાડો.
આ નામ સાથે સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતા હતા. તમામ સંપ્રદાયોને એક સૂત્રમાં બાંધવા માટે ક્રમશઃ અજમેર સંમેલન અને સાદડી સંમેલન વિશાળ પાયા પર યોજાયા હતા. આ પ્રયાસથી શ્રમણસંઘ અસ્તિત્વમાં આવ્યો.
ગુજરાત-કાઠિયાવાડના સંપ્રદાયો આમાં ભળ્યા નથી, તેના સંપ્રદાયોએ પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું.
શ્રમણસંઘની સ્થાપનાંને સફળતા મળી, ભારતમાં એક આચાર્યની પરંપરા આરંભ થઈ. જેમાં આત્માનંદજી પ્રથમ આચાર્ય થયા, ત્યારબાદ પૂ. આનંદઋષિજી, પૂ. દેવેન્દ્રૠષિજી આચાર્ય થયા.
દક્ષિણ ભારતમાં જૈનધર્મ હતો નહિ પરંતુ વ્યાપારિક દૃષ્ટિએ હજારો જૈન ગુજરાત, રાજસ્થાન અને પંજાબથી દક્ષિણ તરફ ગયા. એટલે સાધુ