Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૨૭ આમ કોમળ હૃદયી સાધ્વીજીઓ મૂંઝવણમાંથી માર્ગ કાઢી શીલ સાચવી લેતાં. મહાવ્રતોને સાચવી લેતાં. ક્ષમાના સાગર હતાં તેમનાં વસ્ત્રો ઉજ્વલ-ધવલ જ રહેતાં. ક્યાં ડાઘ લાગવા દેતાં ન હતાં. છેલ્લે તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિચરણ કરતાં સુલતાનપુર ચાતુર્માસ માટે આવ્યાં. આઠમ-પાખીના ઉપવાસ, છઠ્ઠ, અઠમ કરતાં. તે દિવસે ભાદરવા સુદ પૂનમ હતી. તે પૂ.શ્રીએ છઠ કર્યો હતો. રાત્રિના સમયે તેઓએ પૂ. શ્રી મણિબાઈને જગાડ્યાં. ડાબા હાથનો દુઃખાવો સખત થતો હતો. મસાજ પણ કર્યો. પણ તેમને વેદના ઓછી થતી ન હતી. અંતે તેમને આલોયણ અને સંથારો કરાવવામાં આવ્યો. અંતે ભાદરવા વદ બીજને દિવસે એ આત્મા પરમાત્મામાં ભળવા પાંખો પસારી ઊડી ગયો.
શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દે છે. એવા સાધુ એટલે મૂર્તિમંત ત્યાગનો સાક્ષાત્કાર.
આવા છે અણગાર અમારા તેમને કોટિ કોટિ વંદન હો......
ક્ષાત્રતેજ પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.
[ગોંડલ સંપ્રદાય] નામ : ધનકુંવરબહેન. માતાપિતા : શ્રી રતનબાઈ પરબતભાઈ જાડેજા. જન્મ : વી. સં. ૧૯૭૦, શ્રાવણ સુદ સાતમ. સોમવાર જન્મ સ્થળ : ચેલા ગામ (હાલાર પ્રાંત) દીક્ષા : વૈશાખ વદ છઠ રવિવાર. દીક્ષા ગુરુ : બા બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. ચેલા ગામે, ગુરુણી :
પૂ. શ્રી મોંધીબાઈ મ.સ.