Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 281
________________ ૨૫૮ ] [ અણગારનાં અજવાળા તેમની પ્રવચનધારામાં અને લેખનધારામાં પરિણમ્યો. “શ્રી અરુણશ્રુત ભક્તિ મંડળ દ્વારા પ્રકાશિત થયેલાં તેમના પુસ્તકો પ્રતિક્રમણની પ્રશ્નાવલી પ્રગટાવે દિલમાં દીપાવલી'ની પાંચ પાંચ આવૃત્તિ અને સામાયિક ગગને સવાલોના સિતારા'ની બબ્બે આવૃત્તિ પ્રકાશિત થઈ. “ભક્તિ આપે મુક્તિ', સાધુવંદનાની સાખે અને પ્રશ્નોની પાંખે', “આત્માના અરુણોદયે પ્રગટે સનાથતા”, “આપ્યું તેને અર્પણ” તેમજ “ગુરુ દીવો, ગુરુ દેવતા પુસ્તકોસ્તવનો દ્વારા તેઓ ગુરુના ઋણ તેમજ ગુણને યાદ કરી તેમની અંતરથી વહેતી ભક્તિધારામાં ભીંજાતાં જોવા મળે છે. “પાંસઠિયાની અનાનુપૂર્વી સુંદર સુવાક્યો સાથે લખી છે. ઈ.સ. ૨૩-૧-૨૦૦૫ સં. ૨૦૬૧માં તેમણે “છ કાય અને પાંત્રીસ બોલ-ચાલો કરીએ સોલ્વ યાને ગાગરમાં સાગર', વિશ્વાસે તરી ગયાં વહાણ, ઝેર તો પીધા જાણી જાણી', “આંબે લગાડી આગ', “વાદળી કાળી, કોર રૂપાળી” અને “શમણાનો સંસાર” વગેરે સમયનો સદુપયોગ કરીને પુસ્તકો લખ્યાં. આજે માનવજીવન જ્યાં ધસી રહ્યું છે ત્યાંથી તેની પતનની દશામાંથી સાચી દિશામાં વાળવાની ઘણી જરૂર છે. આવા સુંદર પુસ્તકોનું સદ્વાચન જરૂર આજના માનવજીવનની દિશા બદલે જ પણ તે સાથે પૂ. શ્રી એ ચાતુર્માસના સમય દરમિયાન મહિલા મંડળ, પુત્રવધૂ મંડળ, ગેઇમ ક્વીઝ, ખુલ જા સીમ સીમ, આપકી અદાલત, પ્રશ્નમંચ, કૌન બનેગા જ્ઞાનપતિ, આગમ-દર્શન, સમોસરણ, ભાવયાત્રા, વન ડે મેચ વગેરે ગમ્મત સાથે જ્ઞાન રેડી આજના યુવક-યુવતીઓને પણ સક્રિય કરી ક્ષીર-વીરના વિવેકને જાણતાં, સમજતાં કર્યા છે. ઉચ્ચ વિચારો ઉચ્ચ આચારમાં પરિણમે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમનો સંયમપર્યાય લગભગ ૪૧ વર્ષનો થયો છે. “જે સાધક પૂર્ણ વિચારક અને સદા જાગરૂક હોય છે તે મુનિ ગણાય છે. મુનિપદ અહીં પૂર્ણ ત્યાગી પુરુષની અવસ્થા બતાવે છે અને એવા ત્યાગી પુરુષો જ ઉપદેશ આપવાને યોગ્ય છે. જેમણે ધર્મ માત્ર વાંચીને નહીં પણ અનુભવીને પ્રાપ્ત કર્યો હોય, તેઓ જ સફળ ઉપદ્રા થઈ શકે છે. આવા ત્યાગી પુરુષો જગતની અનુપમ સેવા બજાવી શકે છે.” આ છે અણગાર અમારા તેમને અમારા કોટિ કોટિ વંદન હજો.

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298