Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
19
અણગારનાં અજવાળા ]
ઉષાકિરણ
બા. બ્ર. પૂ. શ્રી નીતાબાઈ મ.સ.
[ ૨૫૯
(આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય)
નામ : (જયાબહેન) પૂ. શ્રી નીતાબાઈ મ.સ. જન્મ સ્થળ : જામનગર (સૌરાષ્ટ્ર). માતાપિતા : ગંગાબહેન પદમશીભાઈ માલદે.
દીક્ષા : ઈ.સ. ૧૯૭૧, વૈશાખ સુદ એકમ, ગુરુવાર. સ્થળ ઃ કઠોર. દીક્ષાગુરુ : પૂ. શ્રી છોટાલાલજી મ.સા.ના શરણમાં પૂ. શ્રી ગુરુણી મણિબાઈ તથા પૂ. શ્રી જયાબાઈ સ્વામી.
ધાર્મિક અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, ૨૨ સૂત્રો કંઠસ્થ, જૈન
સિદ્ધાંત આચાર્યની ડિગ્રી મેળવી. જૈનોલોજીના M.A. અને Ph.D. ની ડિગ્રી મેળવી.
તેમના પુસ્તકોઃ મણિજ્યા પુરુષ, રત્નલઘુ પરિમલ, આગમ અર્ક, લઘુ પ્રેરણા પુષ્પ, અમર નિધિ, આગમ અમૃત, આગમ ઓજસ અને દંડક એક અધ્યયન.
સતત ચાલનારા માણસને ક્યારેક તો થાક લાગે છે. ઝળહળતો દીપક પણ તરસ્યો થાય છે. અજવાળાં પીવાનું જેને પણ મન થાય તે સહુ માનવીઓ દીપકો છે. તેમને પ્રકાશનું સરનામું આપમેળે જ મળી જાય છે. તેમની પોતાની પાસે જ છે. ભીતરમાં જ મનનું માનસરોવર છલોછલ છલકાય છે. પછી મૃગજળનો ખોબો ભરવાની તૃષ્ણા શા માટે?
પૃથ્વી પર ઉપર અસંખ્ય લોકો આવે છે ને જાય છે. પણ તેમાં અંધકાર સાથે દોસ્તી કરનારને પ્રકાશનો પયગામ ક્યાંથી મળે? મન અંધકારમાં ભટકતું હોય તો ભલે સ્થૂળ દીવો હાથમાં હોય તો પણ જ્યાં સુધી મનનો દીપક પ્રગટ્યો નથી ત્યાં સુધી સમ્યક્–સાચો માર્ગ તેને પ્રાપ્ત નહીં થાય, પણ પૃથ્વી પટ ઉપર એવી પણ વિરલ વ્યક્તિઓનું અવતરણ થાય છે જેનો જન્મ થતાં જ તેનું જીવન સૂર્યની માફક પ્રકાશવા માંડે છે. સૂર્યનો જન્મ અને તેનો પ્રકાશ જેમ જુદા પાડી શકાતા નથી તેમ.