Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 288
________________ અણગારનાં અજવાળા ] . [ ૨૬૫ અમે તો જૈનના જોગી (રાગ : કરમ તારી કળા ન્યારી) અમે તો જૈનના જોગી, અમારો પંથ ન્યારો છે, અહિંસા ને પરમ શાંતિ, સદા હેતુ અમારો છે. ..અમે...૧ અમારા કાજ કીધેલું, જમણ એવું નહિ જમીએ, ન ગાડી વાહને બેસી, કદી મુસાફરી કરીએ. ..અમે...૨ નદી, કૂવા, તળાવોનું, કદી પાણી નહિ પીએ, તમારા કાજને માટે, ઉકાળેલું સદા ગ્રહીએ. અમે...૩ પાવા બાલને માટે, નહિ નાવી કને જઈએ, અનાદિ કાલની રીતે, અમે તો લોચને કરીએ. ..અમે...૪ કડકડતી ઠંડીમાં અમને, વધુ વસ્ત્રો નહિ કહ્યું, જીવનભર સ્નાન ને શોભા, શિયળ કાજે નહિ કલ્પ. અમે....૫ સુંવાળી સેજ બિછાને, કદી પણ ના અમે સૂઈએ, જમીન પર કાષ્ટ કે ઘાસે, જરૂરી ઊંઘને ગ્રહીએ. ..અમે...૬ વિવિધ ધાત તણા ઠામો, અમોને નહિ ખપશે, ઉમંગે કાષ્ટના પાત્રે, ભિક્ષા લઈ જમશે. ..અમે...૭ કદી ટાઢી, કદી ઉની, કદી લુખી કોઈ દેવે, ગમે તેવી મલે ભિક્ષા, કદી ગુસ્સો નહિ કરીએ. અમે...૮ મૂકી સંસારની માયા, કદી પુછા નહિ કરીએ, કદી પણ કોઈની સાથે, ચિઠ્ઠી વહેવાર નહિ કરીએ. ..અમે...૯ સરીખા રંક ને રાજા, અમારી એહવી માજા, ધર્મના શાસ્ત્રો સાંભળી, સદા આનંદમાંહી રહીએ. .અમે...૧૦ અમારા જૈનના જોગી, ધર્મરૂચી ઋષિ નામે, વળી મેતાર્ય મુનિવર, દયા કીધી ક્ષમા કામે. અમે..૧૧ સોમીલે ગજમુનિ માર્યા, પલાણા પાંચસે સાધુ, જરા પણ ક્રોધ ન કીધો, ક્ષમાએ પ્રેમરસ પીધો. ..અમે...૧૨ અમારા વીર ભગવાને, રમુજી રાજ્યને છોડી, મહાતપ આત્મ બલિદાને, જગતને બોધ આ દીધો. અમે..૧૩ અમારા જૈન સાધુની, કઠિન છે એહવી રીતો, વિનય મુનિ વદે ભાવે, સુણી પામે પ્રવર પ્રીતો. ..અમે..૧૪

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298