Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 260
________________ અણગારનાં અજવાળા ] [ ૨૩૭ જગાડવાનો. તેમને તેમની ૪૦ વર્ષના સંયમપર્યાયમાં અશાતાનો ઉદય ઘણીવાર થયો હશે પણ તેમના તનમાં વ્યાધિ પણ મન સમાધિમાં રહેતું. અપ્રમત્ત ભાવ : છેલ્લે પૂ.શ્રી ઉગ્ર તપસ્વિની બા.બ્ર. પ્રેક્ષાબાઈ મ.સ.ના ૫૦૦ આયંબિલનાં પારણાંનો માગસર સુદ ૭નો પ્રસંગ, પૂ.શ્રી વસુબાઈ મ.સ.ની દીક્ષાજયંતી-માગશર સુદ-૫, પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ની દશમની દીક્ષાજયંતી-મૌન અગિયારસ વગેરે પ્રસંગો પ્રમાણે તપ, જાપ, ત્રિરંગી સામાયિક વગેરેના આયોજન દ્વારા આરાધના સપ્તાહનું આયોજન ચીંચપોકલીના ઉપાશ્રયે કરવામાં આવેલ હતું. ચંદનવાડી સંઘમાં ખૂબ ઉત્સાહ હતો, પણ તે દરમિયાન પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ને શ્વાસ, કફ અને ઉધરસની બિમારી રહેતી, છતાં પોતાનું નિત્ય કાર્ય કરતાં જ. સ્વાધ્યાયના અકાળ સમયમાં રજોહરણ, ગુચ્છો વણે, સીવવાનું, લખવાનું, વાંચવાનું ચાલુ જ હોય. દરેક કાર્ય જતનાપૂર્વક કરતાં. ચાર-પાંચ હજારની ગાથાની સ્વાધ્યાય તો કરતાં જ. સતત ક્રિયાશીલ અને અપ્રમત્તભાવમાં રહેતાં. વ્યાખ્યાન પણ વાંચ્યું છેલ્લે, પણ....... સમાધિભાવે : તેમને શ્વાસની તકલીફ વધી. આખી રાત તે તકલીફ રહી. બેચેની વધી. તબિયત વધુ ખરાબ થતી ગઈ. છઠ્ઠના દિવસે તા. ૨૯-૧૧ને દિવસે હોસ્પિટલ ખસેડવાનું નક્કી કર્યું. જાવજીવનું પ્રતિક્રમણ સવારે કરાવ્યું. રાતભર આલોચના, સંયમ શુદ્ધિ માટેનું પ્રાયશ્ચિત્ત, ‘દશ વૈકાલિક'નાં ૪ અધ્યયનો, ભક્તામર, જાપ આદિ ચાલુ જ હતું. તેમણે બધાંને ખમાવ્યાં. મનની મક્કમતા ઘણી. એમ્બ્યુલન્સમાં ન જતાં વ્હીલચેરમાં કાંદાવાડી ગયાં. તબિયત સિરિયસ થતી જતી હતી. છતાં સાંજે સાડા પાંચ પછી કોઈ સારવાર કરવા ન દીધી. બધું બંધ. દવા–ઇન્જેક્શન પણ નહીં. ફરી સવારે સંથારો, પ્રતિક્રમણ, જાપ વગેરે કરાવ્યું. એમ કરતાં સવારે નવ વાગે પૂ.શ્રીના પાર્થિવ દેહમાંથી મુખ દ્વારા ચેતન દેવ ચાલ્યો ગયો. તપ, જાપ અને આરાધના અને તપસ્યાનાં પારણાંના પવિત્ર વાતાવરણભર્યા મહોત્સવમાં પોતે પણ મૃત્યુને મંગલમય મહોત્સવમાં જોડી વીરતાપૂર્વક મૃત્યુને વર્યાં. પોતાના

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298