Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૩૯ અને માતા શ્રી સમરતબહેનની કૂખે થયો હતો. ૧૪ વર્ષની ઉંમરે તેઓ કેશવલાલ મૂળચંદ શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં હતાં.
વૈભવી સુખોથી છલકાતાં તારાબહેનના સંસારી જીવનમાં ૨૬ વર્ષની નાની ઉંમરે વૈધવ્યનું દુઃખ તેમના જીવનના ઉંબરે આવીને ઊભું રહ્યું. ચાર પુત્રો સાથે સંસારની બધી જવાબદારી તેમને શિરે આવી. તેમનું રુદન અટકતું ન હતું. તેમને શાંત કરવા સાંત્વન આપતાં પડોશીઓના સૂચનથી શાંતિ મેળવવા પૂ. શ્રી શારદાબાઈનું વ્યાખ્યાન સાંભળવા દોલતખાનાના ઉપાશ્રય તારાબહેન રોજ જતાં થઈ ગયાં. રંક હોય કે રાય કર્મો કોઈને છોડતાં નથી તે ભોગવવાં જ પડે છે તેવી વાતો વ્યાખ્યાનમાં સાંભળતાં કર્મના સ્વરૂપને સમજતાં પોતાના આત્મામાં તેઓ ઠરવા માંડ્યાં અને ચાતુર્માસના ચાર મહિનામાં પૂ. શ્રી શારદાબાઈના વ્યાખ્યાને તેમને વૈરાગ્યના રંગમાં ભીંજવી દીધાં પણ....તારાબહેન,
૧૨ વર્ષ સુધી પોતાનાં બાળકોમાં સંસ્કારસિંચન કરવા, ભણાવવા, લગ્ન કરવા, આવનારી પુત્રવધૂમાં સંસ્કારનું સિંચન– ઘડતર કરી ફરજ અદા કરી અને સંસારને અલવિદા ન આપી શક્યાં. પણ સાથે સાથે તપ, ત્યાગ અને ધ્યાનની મસ્તી સાથે સંસારમાં અનાસક્ત ભાવે રહ્યાં. પૂ. મહાસતીજીની વૈયાવચ્ચ કરવા દોડતાં અને વૈરાગી જીવન તો જીવતાં જ તેઓ સમજી ગયાં હતાં કે મથતાં કે મંથન કરતાં પણ વહાલા કે વૈભવ ને જાળવતાં પણ તે પોતાના જ રહેશે જ તેવું નથી.
આમંત્રણ આપીને આવ્યો....સ્વીકાર કરી લે. નિર્જરાનો મોકો મળ્યો.....નિર્જરા કરી લે... કર્મ ઉદયમાં આવે ત્યારે હસતાં હસતાં સહી લે..
સમજી લે.. “જગતનાં બધાં સુખોમાં સૌથી ઊંચુ સુખ હોય તો તે દુઃખ ભોગવી શકવાનું સુખ છે.”
તારાબહેને સંસાર પ્રત્યેની પોતાની ફરજો નિભાવી. હવે તે પૂરી થતાં તેઓ વૈરાગ્યમાર્ગે જવા ઉતાવળાં થયાં. પુત્રો તેમની સેવા કરવા માગતા હતા. રજા મળતી ન હતી. અંતે તેમણે ચૌવિહાર ઉપવાસ શરૂ કર્યા અને દીક્ષાની