Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 271
________________ ૨૪૮ ] [ અણગારનાં અજવાળા દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં ને ચારિત્ર વિના મોક્ષ નહીં. ઉ. સૂ. ૨૮ અ. કેવા હતા આ સાધક? પ્રત્યેક પરિષહ સહેતી વેળાએ, સંયમમાં વિચરતી વેળાએ સાધક અદીણ મહાસો ચરે! અદીન યાર્ન દીનતારહિત ખુમારીથી વિચરણ કરે. કેવું જોગાનુજોગ બન્યું! તેઓનું નામ શ્વેતારૂપ અને ગુણ શ્વેત જીવનભરની સાધના શ્વેત અને અંતિમ આરાધના પણ શ્વેત રહી. આ છે અણગાર અમારા...અમારા કોટિ કોટિ વંદન.... વિમળ જ્યોતિ પૂ.શ્રી ચંપાબાઈ મહાસતીજી શુભ નામ ઃ ચંપાબહેન. વિશાશ્રીમાળી સ્થા. જૈન. જન્મતારીખ અને જન્મસ્થળ : મહા સુદ ૧૩, સં. ૧૯૭૧ હડદડ મુકામે. દીક્ષાસ્થળ : બોટાદ દીક્ષાતિથિ : વૈશાખ વદ ૭, રવિવાર સં. ૨૦૧૭ માતાપિતાનું નામ : છબલબહેન લક્ષ્મીચંદ ચતુરભાઈ શાહ. દીક્ષાપર્યાય : સં. ૨૦૨૯માં ૧૨ વર્ષ. સંપ્રદાય : બોટાદ સંપ્રદાય. જ્યારે જ્યારે જગતભરમાં ધર્મનો હ્રાસ થાય, ત્યારે ત્યારે પરમ પુરુષો જન્મ લેતા જણાય; ધર્મસ્થાપી સ્વ સુચરિતથી, લાભ ધર્મોન્નતિનો સાધે, રક્ષે મુનિજન બધા, ધર્મ પુરુષ કાર્ય. ઊતરચઢ : સામાન્ય રીતે અને સ્વાભાવિક રીતે માનવ જીવનમાં ચઢઊતર આવવી એ માનવજીવનનો સ્વાભાવિક ક્રમ છે. તે જ પ્રમાણે બોટાદ સંપ્રદાયમાં બન્યું. જરા તેના પૂર્વ ઇતિહાસ તરફ એક નજર નાખી લઈએ. બોટાદ સંપ્રદાય નામની એક સંસ્થા વર્ષોથી ચાલતી હતી. તેના મૂળ

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298