Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૫૩ जगत्काय स्वभावो च संवेग वैराग्यार्थम् ।। નિમિત્ત : “તત્ત્વાર્થસૂત્ર'માં શ્રી ઉમાસ્વાતિ મહારાજે ફરમાવ્યું કે કોઈ વિરલ વ્યક્તિ નિમિત્તોથી જાગી જાય છે. જેમ ભગવાન બુદ્ધ રોગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુની નનામીને જોઈ જાગી ગયા અને પત્ની અને પુત્રને સૂતાં મૂકી પોતે મહાભિનિષ્ક્રમણ કરવા ચાલી નીકળ્યા તેમ વૈરાગ્યના અંકુરોને જન્મ આપનારી ત્રણ ઘટનાઓ મંજુલાબહેનના જીવનમાં બની. તેમનું વર્ષીતપ ચાલુ હતું અને તેમના પૂ. પિતાશ્રીનું અવસાન થયું. બીજી ઘટના તેમની નાની બહેનના જીવનમાં નાની ઉંમરમાં વૈધવ્ય આવ્યું અને તેમનાં ભાભી છ-આઠ મહિનાની નાની બાળકીને મૂકીને સ્વર્ગે સંચર્યા. મંજુલાબહેન તો જ્ઞાનનાં અભ્યાસી હતાં. પરિપક્વ વયમાં તેમણે પ્રવેશ કર્યો હતો. વાચન અને તેનું પાચન પણ તેમણે કર્યું હતું. આ ત્રણેય ઘટનાઓનો તેમને આંચકો લાગ્યો હતો, પણ તેમણે તે દુઃખને સમતાપૂર્વક પચાવ્યું. તેમને આઘાત લાગ્યો પણ આર્તધ્યાન ન કર્યું. મૂંઝવણમાંથી માર્ગ મળી ગયો. વિકલ્પો ન કર્યા પણ પ્રવ્રજ્યા માર્ગે જવાનો તેમનો સંકલ્પ દઢ થતો ગયો.
વૈરાગ્યભણી : તે દરમિયાન બોટાદમાં સં. ૨૦૧૬માં ચતુર્વિધ સંઘમાં એક ખૂટતું સાધ્વીજી તીર્થ ને ત્યાંના સંઘ દ્વારા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તે સમયે પૂ.શ્રી નવીનચંદ્રજી મ.સા. તેમ જ અન્ય મુનિવરો પધાર્યા. તેમની પ્રેરણા અને ગોંડલના પારસમણિ સમાન પૂ. ગુરુણી પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના ઘડતર દ્વારા ચાર બહેનોની-પૂ.શ્રી ચંપાબહેન, બા.બ્ર. સવિતાબહેન, બા.બ્ર. મંજુલાબહેન અને બા.બ્ર. સરોજબહેનનો સં. ૨૦૧૭ માં વૈશાખ વદ ૭ને રવિવારે ભવ્ય દીક્ષા ઓચ્છવ ઊજવાઈ ગયો. તેમાં ચંપાબહેનને મુખ્ય ગુણી તરીકે સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું અને બોટાદ સંપ્રદાયમાં તે દિવસે ચોથા તીર્થની સાધ્વી તીર્થની સ્થાપના થઈ.
અપ્રમત્તભાવ : ત્યારબાદ પૂ.શ્રી મંજુલાબાઈ-પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ના સાનિધ્યમાં અભ્યાસ કરતાં રહ્યાં. વિચરણ કરતાં રહ્યાં અને આગળ વધતાં રહ્યાં પણ તેમની સ્વાથ્યની પ્રતિકૂળતા વધતી જતી હતી.