Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૩૮ ]
[ અણગારનાં અજવાળા આપને અમારાં અગણિત વંદન હો!
असंयतात्मना योगो दुष्पाय इति मे मतिः ।
વશ્યાત્મના તુ ચતતા શરચોડવામુમુપાયતઃ ગીતા. અસંયમી સાધક સાધનામાર્ગને પામી શકતો નથી, પણ જે સંયમી અને પ્રયત્નશીલ છે તે ઉપાય દ્વારા તુરત જ યોગારાધના કરી શકે છે.
આપત્તિઓ બની ઉપહાર પૂ. તારાબાઈ મહાસતીજી
[ખંભાત સંપ્રદાય] નામ : તારાબહેન. માતા : શ્રી સમરતબહેન ઉગરચંદભાઈ. જન્મ : ઈ.સ. ૧૯૧૯. લગ્ન : ૧૪ વર્ષની ઉંમરે. ૨૬ વર્ષની ઉંમરે વિવધ્ય. દીક્ષા : સં. ૨૦૧૪ અષાઢ સુદ બીજ. કાળધર્મ : વિ.સં. ૨૦૨૩, ઈ.સ. ૨૫-૨-૭૬, મહાવદ બીજ.
દુઃખ ભોગવીને સુખી થવાનો કીમિયો એટલે સંયમ.
વિરાગ્ય જ્ઞાનગર્ભિત પણ હોઈ શકે અને દુઃખગર્ભિત પણ હોઈ શકે. ઘણાં ઉદાહરણો એવા હોય છે કે પૂ. આર્યાજીઓ મોક્ષના લક્ષ અર્થે ભવોભવ જોગિણી બનતાં હોય છે. જ્ઞાનનો દીવડો સાથે લઈને ફરતાં હોય છે. ઘણી વ્યક્તિઓના જીવનમાં દુઃખો એવાં આવે છે કે તે તેમના વૈરાગ્ય લેવા માટે નિમિત્ત બની જાય છે અને આત્માનંદની મહેફિલ માણવા સમ્યકજ્ઞાનદર્શનનો અમલ્ય એવો મોતીનો ચારો ચરવા મહાવીર માર્ગના માનસરોવરને વાટે સંયમજીવનને પંથે વિચરણ કરવા નીકળી પડે છે.
એવા જ એક પૂ. આર્યાજી તારાબહેનનો જન્મ ઈ.સ. ૧૯૧૯માં અમદાવાદ મુકામે લુણસાવાડ મોટીપોળમાં પિતાશ્રી ઉગરચંદભાઈના કુળમાં