Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૪૨ ]
[ અણગારનાં અજવાળા
સાણંદમાં થયું. તેમની પ્રભાવશાળી વાણી, સૌમ્ય પ્રકૃતિ, જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગથી સભર એવા વૈરાગીના સત્સંગથી આકર્ષાઈ તેમનામાં વૈરાગ્યની ભાવનાના અંકુર ફૂટ્યા. બરાબર તે જ અરસામાં ૧૬ વર્ષની નાની ઉંમરમાં જેમણે સંસારને જાણ્યો નથી ત્યાં માણવાની વાત ક્યાં રહી એવાં શારદાબહેન પણ દીક્ષા માટે તૈયાર થયાં અને તેઓની દીક્ષાની ભાવના તીવ્રતમ થતાં પોતાનાં કુટુંબીજનોની જીવીબહેન અને શારદાબહેન આશા મેળવી બંને બહેનપણીએ એક જ દિવસે સં. ૧૯૯૬ના વૈશાખ સુદ ૬ તા. ૧૩-૫-૪૦ના સોમવારે સાણંદ શહેરમાં પૂ. શ્રી ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા. અને પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ. પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. જીવીબહેનનું મંગલ નામ પૂ. શ્રી જસુબાઈ રાખવામાં આવ્યું.
મહાભિનિષ્ક્રમણ બાદ શાસ્ત્રનું વાચન, મનન, પઠન, સ્વાધ્યાય, ધ્યાન અને સંયમમાં દૃઢ બની વિચરણ કરવા લાગ્યાં. તેઓ સ્પષ્ટવક્તા અને સત્યવક્તા હતાં. કોઈની શેહમાં દબાય એવો એમનો સ્વભાવ ન હતો. સંયમમાર્ગના જબરા સેનાની હતાં.
પૂ. શ્રી જસુબાઈ મ.સ.ને સૂરતમાં ઇન્દુબહેન અને મોડાસરમાં શાન્તાબહેન એમ બે શિષ્યારત્નો થયાં.
પૂ. શ્રી સંયમપાલનમાં શૂરવીર હતાં. એક વખત સં. ૨૦૧૫માં સુરતમાં તાપી નદીમાં સખત પૂર આવ્યું. આખા ગામમાં પાણી ભરાઈ ગયાં. પૂ.શ્રી જસુબાઈ મ.સ. આદિ ઠાણાં વ. જે ઉપાશ્રયમાં હતાં ત્યાં પણ ખૂબ પાણી ભરાઈ ગયાં. સીડીનાં પગથિયા સુધી પાણી આવી ગયાં. શ્રાવકોએ તેમના બે માળના મકાનમાં આવી જવા માટે તેમને વિનંતી કરી, કારણ અહીં ઉપાશ્રયમાં એક જ માળ હતો. રાત્રે વધારે પાણી ભરાઈ જાય તો સીડી ડૂબવાનો ભય હતો, પણ પૂ.શ્રીએ સૂર્યાસ્ત પછી તેમને બીજુ મકાન કલ્પે નહીં, વળી સચેત પાણીમાં પગ મૂકાય નહીં તેથી તેઓની વિનંતીને તેમને સ્વીકારી નહીં અને મક્કમ મન કરી પોતાની શિષ્યાઓ સાથે પાટ ઉપર બેસીને શ્રદ્ધાથી સ્વાધ્યાયમાં લીન થયાં અને પછી પાણી ઓસરવાં માંડ્યાં.
સુરતના ચાતુર્માસ બાદ આગળ વિહાર કરતા તેમને એકાએક હાર્ટએટેકની બિમારી આવી. ફરી સં. ૨૦૧૬માં કઠોર ગામે ચાતુર્માસ