Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૩૦ ]
[ અણગારનાં અજવાળા પ્રકાશિત થઈ. દીક્ષા પ્રદાન : ૪૬ વર્ષના દીક્ષાપર્યાયમાં ૪૬ શિષ્યાઓને સંયમનાં દાન. વિહારયાત્રા : ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર આદિ અંતિમ પ્રયાણ : સં. ૨૦૪૨, વૈશાખ સુદ છઠ્ઠ, બુધવાર, તા. ૧૪-૫
૧૯૮૬. મલાડ-મુંબઈમાં પોતાની દીક્ષા જયંતીના દિવસે, સાંજે છ વાગે, ૬૨ વર્ષની ઉંમરે.
મન મંદિરનાં મોતી : “માનવજીવન મોંઘુ મળ્યું, વારે ઘડી મળશે નહીં; શોધ્યા વિના સર્વસ્તુને, સંસાર આ ટળશે નહીં.” “માનવ મટી દાનવ બને, એ જીવનને ધિક્કાર છે. નરકમાં પડે દુઃખમાં સડે, કદીએ નહીં ઉદ્ધાર છે.” “કાયા અને માયા તણા પંજા નીચે ના આવશો. જો કોઈ બોલે ગાળ તો મનમાં ન કોઈ લાવશો.”
બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. कृध्यन्तं न प्रतिकृध्येत् आकृष्टं कुशकं वदेत । ભગવાન મનુ પણ કહે છે : ક્રોધ કરનાર પર ક્રોધ ન કરવો જોઈએ. અપશબ્દ કહેનારને પણ આશીર્વાદ આપવા જોઈએ. આ પૃથ્વીના પટ ઉપર કાંઈક અસંખ્યક માનવીઓ આવે છે ને જાય છે. તેમાંના ઘણા માત્ર મળેલા જીવનને એમ ને એમ જીવીને જતા રહે છે, જ્યારે ઘણા માનવીઓ પોતાના સુસંસ્કારોથી સજધજ થઈ દૂર સુદૂર સુધી પોતાની સુગંધ ફેલાવતા જાય છે.
અવતરણ : અમદાવાદથી ૨૨ કિ.મી.ના અંતરે આવેલા સાણંદ મુકામે દેવ, ગુરુ અને ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવનાર એવા પિતા શ્રી વાડીભાઈ અને માતા શકરીબહેનની કુક્ષિએ સં. ૧૯૮૧ના માગશર વદ નોમ તા. ૧-૧-૧૯૨૪, મંગળવારના મંગળ દિને મધ્યરાત્રિએ અઢી વાગે શારદાબહેનનો જન્મ થયો. બાલ્યકાળમાં પ્રવેશતાં શારદાબહેનને વ્યાવહારિક જ્ઞાન માટે શાળામાં તેમ જ ધાર્મિક જ્ઞાન માટે જૈનશાળામાં મોકલવાનું શરૂ