Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૨૮ ]
[ અણગારનાં અજવાળા મનોભાવ જણાવી તેમાંથી તે ડગ્યાં નહીં. તેઓ આકરી કસોટીઓમાંથી પસાર થયાં અંતે વૈરાગી વિજેતા બન્યાં અને તેમના પૂ. પિતાશ્રીએ આજ્ઞા આપી.
ત્યારે ખંભાત સંપ્રદાયના આચાર્યશ્રી પૂ. શ્રી છગનલાલજી મ.સા. ખેડા હતા. તેમને વાની સખત વ્યાધિ હોવાને કારણે દીક્ષા દેવા સાણંદ ન પધારી શક્યા અને પાર્વતીબહેને પોતાની સઘળી મિલ્કત લઈને ખેડા જઈને ધામધૂમથી પોતાના ધનનો સદ્વ્યય કરીને પૂ. શ્રી છગનલાલજી મ.સા.ના વરદ્ હસ્તે તેમનાં સુશિષ્યા પૂ. શ્રી ગુણી જડાવબાઈ મ.સ. પાસે પ્રવજ્યા અંગીકાર કરી. જ્ઞાની ગુરણી પાસેથી પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ.એ ઘણું જ્ઞાન મેળવી જ્ઞાન, ધ્યાનમાં આગળ વધી જૈન શાસનની શોભા વધારી. • સ્વભાવે ભદ્રિક, સરળ અને કોમળ હૃદયના એવાં પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં મસ્ત રહેતા હતાં ત્યાં તેમનાં કર્મોના વિપાકોદયે કેન્સરનું ભયંકર દર્દ થયું. પછી ટ્રીટમેન્ટથી સારું થતાં વિહાર કરીને પૂ. શ્રી ગુરુણીમૈયા શારદાબાઈ મ.સ. સહિત સં. ૨૦૦૬ની સાલમાં વિહાર કરી રાજકોટ, સુરત પણ ગયાં. ફરીથી કેન્સરના રોગે તેમને ભયંકર ભરડો લીધો. તેમના ગુરુણી પૂ. શ્રી શારદાબાઈ મ.સ.ની દિલથી કરેલી સેવા ફળી. તબિયતમાં સુધારો થતો ગયો. ત્યારબાદ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએ વિચરણ કરતાં રાજકોટ સુધી પહોંચેલ. સં. ૨૦૧૧માં કેન્સરે ફરી ઊથલો માર્યો. પોતે સમજતા કે સમતાભાવ એજ જીવનની મોટી મૂડી છે. સમતોલતા એ જ આત્માનો સાચો આનંદ છે. તે જ રીતે પૂ. શ્રી અભુત સમતા અને સમાધિભાવથી પ્રસન્ન ચિત્તે કેન્સરની વ્યાધિ સહન કરતાં હતાં.
ચાતુર્માસના દિવસો પસાર થઈ રહ્યા હતા. પૂ. શ્રીને પોતાની અંતિમ ઘડીના સમયની ખબર પડી ગઈ હતી અને તે પ્રમાણે પોતાના ગુરુણી પૂ. શ્રી શારદાબાઈ મ.સ.ને તેમજ પૂ. શ્રી જસુબાઈ મ.સ.ને પોતે હવે ત્રણ દિવસ છે તો સંથારાની ભાવની વાત જણાવી પણ એ વાત ન સ્વીકારતાં પોતે આસો સુદ પૂર્ણિમાનો છેલ્લો આજનો દિવસ જ છે અને સંથારો, આલોચનાના ભાવો છે તો મને કરાવો તેવી ભાવના ભાવી. પૂ. શ્રી ગુરુણીએ તે પ્રમાણે સંથારો, આલોચના, વ્રતપ્રત્યાખ્યાન વ. કરાવ્યાં. પૂ. સતીજી અને