Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૩૩ પૂ.શ્રીના વ્યાખ્યાનને લિપિબદ્ધ કરવાની પૂ.શ્રીની અનિચ્છાએ પણ શ્રી જયંતીભાઈએ શારદા સુધાથી પુસ્તક છપાવવાની શરૂઆત કરી. આ પગલીની શરૂઆત ૧૪ પુસ્તકો અને એક લાખ વીસહજાર પ્રતો છપાતાં વિરાટની પગલી બની ગઈ. પૂ. શ્રી જ્યાં જ્યાં પાદવિહાર કરતાં ત્યાં ત્યાં તેમનાં પગલે તપ, જપ, વ્રત, બ્રહ્મચર્યવ્રત વગેરેની પ્રતિજ્ઞાઓ લેનારની હેલી વરસતી. સંઘને નીડરતાપૂર્વક માઈકના ઉપયોગની ના પાડી દેતાં અચકાતાં નહીં.
ચુત ચારિત્ર: ખેડામાં એક સાંજે પ્રતિક્રમણ બાદ પૂ.શ્રીની તબિયત એકાએક બગડી. તેઓ પરસેવાથી રેબઝેબ થઈ ગયાં. ડોક્ટરની કોઈ ટ્રીટમેન્ટ તેમણે કરવા દીધી નહીં. બી.પી. પણ માપવા દીધું નહીં. પૂ.શ્રી ચારિત્રપાલન ચુસ્ત રીતે કરતાં. રાત્રે બેભાન પણ થઈ ગયાં હતાં. અસમાધિમાં પણ તેમને આત્માના આનંદની અનુભૂતિ થતી. સ્વાધ્યાય-ચિંતનનો અવસર મળ્યો તેમ માનતાં. આવી તબિયતમાં પણ વચન-પાલનના આગ્રહી પૂશ્રી સં. ૨૦૪૧ઈ.સ. ૧૯૮૫માં મુંબઈ-કાંદાવાડીમાં ચાતુર્માસ કરવાં પધાર્યા. ત્યાંથી વાલકેશ્વર પધારતાં ફરી તબિયત બગડી. બી.પી., ડાયાબીટીસ અને મણકાની તકલીફને કારણે પગ, બરડો અને કમ્મરનો તેમને સખત દુઃખાવો રહેતો, છતાં સ્વસ્થતાપૂર્વક તેમની દિનચર્યા પસાર કરતાં જ. તા. ૧૦-૪-૮૬માં પાર્લા પધાર્યા અને પૂ. શ્રી કાન્તિ ઋષિજી મ.સા. આદિ સંતોનાં દર્શનનો લાભ લઈ તેમની પાસેથી ૪૬ વર્ષના સંયમપર્યાયમાં લાગેલા દોષોની વિશુદ્ધિ તેમ જ છેદ પ્રાયશ્ચિત્ત લઈ પોતે શુદ્ધ થયાં અને રોજની ૩ હજારથી ૫ હજાર ગાથાના સ્વાધ્યાય કરી પ્રાયશ્ચિત્ત પૂર્ણ કર્યું.
ત્યાર પછી મલાડ પધાર્યા. ત્યાં સપનાંઓ દ્વારા પૂ.શ્રીને માટે દુઃખદ સંકેતો આવ્યાં કરતાં અને ખરેખર! એ સપનાંઓ સત્ય સ્વરૂપે આવ્યાં અને પૂ.શ્રી સ્વપ્નવતુ બનીને ચાલ્યાં ગયાં.
સમાધિસ્થઃ વૈશાખ સુદ છઠ્ઠ-બુધવારે પૂ.શ્રી ગુરુણીમૈયા ૪૬ વર્ષની સંયમસાધના પૂર્ણ કરી ૪૭મા વર્ષમાં પ્રવેશ કરવાનાં હતાં. મંગળવાર રાતથી શ્વાસ અને બેચેની વધ્યાં હતાં, છતાં પૂ.શ્રીએ તેમની દીક્ષાજયંતી-બુધવારના મંગલ પ્રભાતથી વહેલા ઊઠી પ્રતિક્રમણ, આરાધના અને આત્મસાધના ચૂક્યાં નહીં. સાંજે ૫ વાગે તબિયતમાં એકદમ પલટો આવ્યો. છાતીમાં દુઃખાવો થયો. થોડી થોડી ઊલટી થઈ. બધાંને હાથ જોડી ખમાવ્યાં. સંથારાનાં