Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૧૭
સ્વાભાવિક છે કે સંસારમાં માતાપિતા દીકરી માટે વેવિશાળનો વિચાર કરતાં હતાં, ત્યારે દીકરી વૈરાગ્ય માટેનો વિચાર કરતી હતી. જેમ જેમ માતાપિતા વેવિશાળ માટે તેને સમજાવતાં હતાં તેમ તેમ પ્રવ્રજ્યા પ્રત્યેનો તેનો વેગ-સંવેગ વધતો જતો હતો. વઢવાણ શહેરના રાજવીએ પણ તેને કસોટીની સરાણે ચડાવી. અનેક પ્રશ્નો પૂછ્યા તારાને ત્યારે દીકરી તારાએ કહ્યું રાજવીને કે “આપ મને વચન આપી શકશો કે મારો ચુડલો અખંડ રહેશે અને મારી સેંથીનું સિંદૂર અમર રહેશે! પરંતુ એ શક્ય નથી. સંસારનું સુખ અશાશ્વત છે જ્યારે મારે મોક્ષનું શાશ્વત સુખ જોઈએ
છે, જે સંયમ વિના શક્ય નથી”.
અંતે પ્રવ્રજ્યાની રજા મેળવી મહા વદ પાંચમને સોમવારે સં. ૨૦૦૪માં વઢવાણની ભૂમિમાં ૨૦ વર્ષની ઉંમરે પંચ મહાવ્રત તેણે ધારણ કર્યા.
“અનંતગુણને આપનારી સુખદાઈ પ્રવ્રજ્યા; પરમપદને લક્ષનારી વરદાયિની પ્રવ્રજ્યા, ભવ્ય જીવોને તારનારી મુક્તિદાયિની પ્રવ્રજ્યા, જાઈ સદ્ધાઈ' નાદને સુણાવનારી પ્રવ્રજ્યા.”
ખરે જ! માનવી પાસે પોતાનું એક વિશ્વ હોય છે, છતાં તે તેને શોધવા બહાર પ્રયાસ કરે છે. જ્યારે તારાબહેને જગત સાથેના મૃગજળ જેવા સંબંધો છોડી જાત સાથેના પરમ સંબંધ સાથે જોડાણ કર્યું. પોતાનામાં જ પરમ દર્શન કરવાનો સુવર્ણ અવસર ઝડપી લીધો. પૂ. શ્રી તારાબાઈ મ.સ.જીએ આર્યાજીના સિદ્ધાંતોને સમજી તેને જીવી લેવાનો પ્રયાસ કર્યો. સંયમનાં પંથને ઉજ્વળ બનાવવા હરપળે સતર્ક અને સાવધાન રહેવાં લાગ્યાં. તેમનું સૂત્ર હતું. ‘સમયને સમજો, અવસરને ઓળખો અને તકને પકડો'. એ જ પ્રમાણે તેમનો આચાર હતો. નાભિમાંથી નાદ સંભળાયો અને તેમણે કઠિન તપસ્યાઓ શરૂ કરી. ચાર એકાસણે પારણું એમ ૧૭ મહિના સુધી તપ કર્યું. ૫૧ વર્ષની ઉંમરે એકાંતરે ઉપવાસનું વર્ષીતપ કર્યું અને ૬૧ વર્ષની ઉંમરે છઠ્ઠના વર્ષીતપની આરાધના પૂર્ણ કરી. ગુરુથી શિષ્ય સવાયા હોય તેમ તેમનો શિષ્ય પરિવાર અનોખા ગુણનિધિએ શોભતો. આજે પણ ૮૮ વર્ષની ઉંમરે પૂ. શ્રી મંગળાબાઈ મ.સ. દર વર્ષે અઠ્ઠાઈ