Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૨૧ સંપ્રદાયમાં ગુરુદેવ પૂ. શ્રી કેશવલાલજી મ.સા. અને પૂ. શ્રી લીલાવતીબાઈ મ.સ.ના તેઓ શિષ્યા થયાં. એ શુભ દિવસ હતો સં. ૨૦૧પના પોષ સુદિ ૧૩. તેમના જીવનનો મોડ બદલાયો. નવી દિશા અને નવી કેડી ઉપર પૂ. ગુરુને સમર્પિત થઈ જ્ઞાનના સૂર્યના પ્રકાશ તરફ પુનીત પગલાં પાડ્યાં. તેમણે ૨૩ આગમો કંઠસ્થ કર્યા. તેમના ભાઈશ્રી શાંતિભાઈ અને પૂ. શ્રી ગુરુણીને પૂ. શ્રીની પ્રગતિ વિષે પૂછતા ત્યારે પ્રસન્નવદને ગુરુણીનાં મુખમાંથી સહજ જવાબ નીકળતો કે આ તો હીરો છે. પહેલા પડી રહ્યા છે. પછી તેનો ચળકાટ જોજો.
આ પવની ગુણોની પાંખડીઓ ધીમે ધીમે ખૂલી રહી હતી. ગુરુકૃપા વરસી રહી હતી. પણ પછી તેમને શ્વાસનું દર્દ થયું. વધતું ગયું. પણ સમભાવે શાંતિથી સહન કરતાં રહ્યાં છે. ખરેખર! આવા અનેક પરિષહો અને ઉપસર્ગો વચ્ચે જેટલે અંશે તે સમભાવે જીવી શકે તેટલે અંશે તેમની શ્રમણસાધના સફળ થઈ ગણાય. તેઓ કરુણાના સાગર છે. શ્રાવકોને ધર્મમાર્ગે દોરે છે. અન્ય સંપ્રદાયનાં પૂ. સતીજીઓ પ્રત્યે કોઈ ભેદભાવ નહીં. સર્વ પ્રત્યે સમભાવથી વર્તે છે. કર્તવ્યસૂઝ ઘણી અને કોઈને પણ અશાતા વેદનીમાં સેવા કરી શાતા ઉપજાવે છે. “લીલમ મંડળ”નાં તેઓ ડૉક્ટર ગણાય. પહેલાં તેમની ટ્રીટમેન્ટ શરૂ થાય. પૂ. શ્રી લીલાવતીબાઈ સ્વામીની અંતિમ વિદાય પછી તેમના હાથમાં નેતૃત્વનો દોર સોંપાયેલો છે અને બરાબર રીતે બધાને સંભાળે છે. સાધારણ ઉદાહરણો આપીને સુંદર ભાવો દ્વારા લોકોને આધ્યાત્મિક તત્ત્વો તરફ ખેંચી લેવાની કલા તેમની પાસે અદ્ભુત છે. આવાં પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામીને અગણિત વંદન હો...!
णारई सहए वीरं, वीरे नो सहए रई।
जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रहवई।। આવો સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હોય છે. તેથી એનું ચિત્ત કોઈપણ સંયોગોમાં આસક્ત થતું નથી અને આસક્તિ એ જ શોક અને હર્ષનું કારણ છે.
(આચારાંગ સૂત્ર)
ક