Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૪૬ ]
[ અણગારનાં અજવાળા
કચ્છની ધરા એટલે સંતરત્નોની ભૂમિ ગણાય છે, જેમાં આવેલા વાગડ પ્રાંતમાં પેરિસ જેવું ગણાતું ખારોઈ ગામ. જ્યાં સુખી ગણાતી એવી જૈનોની વસ્તી ઘણી. ત્યાં એવા એક જૈન સાવલા કુટુંબમાં કરમણભાઈ લખધીર પિતાને ત્યાં માતા સોનાબાઈને ખોળે પુત્રીરત્નનો જન્મ થયો વિ.સં. ૧૯૬૪ જેઠ સુદ ૪ને દિવસે. લાડકવાયી એક જ દીકરી મોંઘેરી હતી. તેથી નામ પણ મોંઘી રાખવામાં આવ્યું હતું.
નાની ઉંમરમાં દીકરી મોંઘીનાં લગ્ન કરવામાં આવ્યાં પરંતુ સંસાર શું છે, કોને કહેવાય તે સમજતાં પહેલાં જ તેનું લગ્નજીવન ખંડિત થયું. માનવીની ભીતરમાં જ વૃંદાવન છે. જો તે સમજી શકે તો પોતાના જીવનને રણ બનતું વેરાન થતું અટકાવી શકે છે. નંદનવન સમું બનાવી શકે અને જો આત્માના શાશ્વત સુખ મેળવવા તેના સંસાર-સાગરનું સુકાન ફેરવી નાખે તો તેની મોક્ષની મંઝિલ તરફની ગતિ શરૂ થઈ જાય છે. ઉદય જાગે છે. નિમિત્ત મળે છે અને તે ઉપાદાન શુદ્ધ કરવાની તાકાત મેળવી જાય છે. એવી જ રીતે મોંઘીબહેનના જીવનની દિશા પલટાઈ ગઈ. અંદરનું અને અંતરનું હીર ઝળકી ઊઠ્યું. આતમદેવની ઉપર લાગેલા કર્મોના થર દૂર થવા માંડ્યા. જ્ઞાનચક્ષુઓ ઉપર લાગેલાં પડળો એક પછી એક ખરવાં લાગ્યાં. હીરો ઝગારા મારવા લાગ્યો. કદાચ તેથી જ તેમનું નામ ઝવેર રાખવામાં આવ્યું હશે.
મોંઘીબહેને બનેલી કરુણ ઘટનામાંથી તેમનામાં વૈરાગ્યનો દીપ પ્રગટ્યો. સત્સંગ, સ્વાધ્યાય, સંવેગ શરૂ થઈ ગયા. સ્વરૂપવાન હતાં અને સ્વરૂપને નીરખવા માંડ્યાં. સૌંદર્યવાન હતાં. આત્માના સમ્યક્ સૌંદર્યને ઓળખવા માંડ્યાં. પુણ્યવાન ને ભાગ્યવાન પણ ખરા કે ભક્ત થઈ ભગવાન બનવાના રસ્તે જવાના ભગીરથ પ્રયત્નો તેમણે શરૂ કરી દીધા. પિયરપક્ષ અને શ્વસુરપક્ષના સભ્યોને સમજાવી તેમની આજ્ઞા મેળવી ૨૦ વર્ષની ઉંમરે તેમણે જેઠ સુદ બીજ સં. ૧૯૮૩માં લીંબડી અજરામર સંપ્રદાયમાં દીક્ષા લીધી. મોંઘીમાંથી પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ. બન્યા. ઘણાં ગામોમાં વિચરણ કર્યું. પોતે ધર્મનું ઊંડું જ્ઞાન મેળવતાં રહ્યાં અને અન્યને જ્ઞાન પમાડતા રહ્યા.
પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ.માં જતનાનો ગુણ હતો. કપડાં મહિને ધોવાનાં, આહારમાં સંયમ, સ્વાવલંબી, પુણ્યશાળી જીવ, વિના શિષ્યોએ