Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૯૪ ]
[ અણગારનાં અજવાળા
મૌનનાં મહિર્ષિ
બા. બ્ર. પૂ. શ્રી ઈન્દુબાઈ મ.સ.
[દરિયાપુરી સંપ્રદાય]
નામ : ઈન્દુબહેન.
જન્મ સમય : ૧૦-૧-૧૯૩૦.
માતાપિતાનું નામ : મગંળાબહેન પ્રેમચંદભાઈ ગાંધી.
જન્મ સ્થળ : વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)
વ્યવહારિક જ્ઞાન : સાત ધોરણ ગુજરાતી, ત્રણ અંગ્રેજી ધોરણ.
દીક્ષા : ઈ.સ. ૧૩-૫-૧૯૫૫, વૈશાખવ ૬ ૬, ૨૫ વર્ષની ઉંમરે. ગુરુણી : પૂ. શ્રી તારાબાઈ મ.સા.ના સુશિષ્યા પૂ. શ્રી વિમળાબાઈ
મ.સા.
ધાર્મિક અભ્યાસ : સાત આગમ કંઠસ્થ.
કાળધર્મ : ૧૩ ૧૧-૧૨૦૦૬ સાંજ ૭.૨૦ મિનિટે સંથારા સહિત.
આસક્તિ જ બંધન છે. એમ જામી એનાથી પર રહેવા મથે છે તે જ મહામુનિ છે. અને તે જ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો વચ્ચે રહેવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી પરમાર્થ શોધી એકાંતપ્રિય, શાંત, વિવેકી અને સમયજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરાથી મુક્ત થાય છે.
“કિઠન ન બનો કદી હૃદય એ જ ઇચ્છુ, પ્રભુ!” —કલાપી
ઈન્દુબહેન બાળપણથી જ સ્વભાવે નમ્ર, મૃદુ અને સરળ હતાં. પૂર્વભવનાં સંસ્કારો લઈને આવેલી એ દીકરી વઢવાણ શહેરનાં રહીશ પિતાશ્રી પ્રેમચંદભાઈ ગાંધી અને માતાશ્રી મંગળાબહેનની દીકરી હતી. એ પુત્ર તરીકે ફરજ બજાવતી ઘરમાં તિતલીની માફક ફરી વળતી...પણ સંસારથી અળગી રહેતી. આસક્તિથી વેગળી રહેતી. મોહ અને મમતાથી