Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૧૨ ]
[ અણગારનાં અજવાળા વ્યાખ્યાનમાં લીંબડીના ઠાકોરસાહેબ, દોલતસિંહજી, પોરબંદરમાં તેમના ચાતુર્માસમાં ૨૦૦૨માં મહારાણા શ્રી નટવરસિંહજી પોતાના અંગત સ્ટાફ સાથે વ્યાખ્યાન સાંભળવા આવતા અને રાજ્યના અધિકારીઓ, એન્જિનિયર વગેરે ભણેલો વર્ગ તેમને સાંભળવા આવતો. નાની ઉંમરમાં તેઓ પ્રતિભાશાળી પ્રવચન ફરમાવતાં થઈ ગયાં હતાં.
પૂ.શ્રી ગુણીનો વિરહ પૂ.શ્રી દિવાળીબાઈને ડાયાબીટીસનો જૂનો રોગ. તેમાં પગમાં કાંટો વાગતાં સોયનો ઉપયોગ કરવા જતાં સેપ્ટિક થઈ ગયું. સેપ્ટિક ફેલાતું જતું હતું. વેદના વધતી જતી હતી. શાસ્ત્રના અભ્યાસી પૂ.શ્રી શાસ્ત્રના શબ્દોને જીવનમાં ઉતારતા હતાં. “ઉ.સૂત્ર.” ૨૯મા અધ્યયનમાં ગૌતમસ્વામી ભ. મહાવીરને પૂછે છે : “વૈયાવચ્ચથી જીવ શું ઉપાર્જન કરે છે?” ઉત્તર : “વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામ-ગોત્ર કર્મ ઉપાર્જન કરે છે.” તે પ્રમાણે પૂ.શ્રીએ પોતાના ગુરુણીમૈયાની સેવામાં પોતાના જીવનને સુસંગત કરી દીધું હતું. સંવત ૧૯૯૫ માગશર સુદ અગિયારસને શનિવારે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ૨૧ વર્ષની ઉંમરના પૂ.શ્રીએ પૂ. ગુરુણીના સાન્નિધ્યમાં અઢી વર્ષનો સંયમપર્યાય વિતાવેલો અને આ નાની ઉંમરના પૂ.શ્રી તો વિરહની વેદનાને સમભાવે પચાવી ગયાં. ગુરુકૃપાથી તેમના હૃદયનાં દ્વાર ખૂલી ગયાં. તેમણે સિંહની પેઠે દીક્ષા લીધી હોય, જે સિંહની પેઠે દીક્ષા પાળે તેવાં આ તો સિંહબાળ હતાં.
ખુમારીનું ઝળકતું નૂર એક વખત રાત્રિએ બારીમાંથી સર્પ આવી તેમના પગે ડંશ દઈ વીંટળાઈ ગયો. પૂ. શ્રી મુક્તાબાઈ મ.સ.નો ખભે ટેકો લઈ બહાર જઈ પૂંજણીથી શાંતિથી સર્પને ઉતારી નાખી લઘુનીતથી ડંખ સાફ કર્યો. ઉપવાસનાં પચ્ચકખાણ કર્યા. જાપ સાથે જાગરણ કર્યું અને એક ભયંકર ઉપસર્ગથી બચી ગયાં. બીજે દિવસે વિહાર પણ શરૂ કરેલો. આવું તેમના ગૃહસ્થાવસ્થામાં ૧૫-૧૬ વર્ષની ઉંમરે બનેલું. પૂ. ગુરુણીની પાટ પાસે નીચે સૂતાં હતાં ત્યારે સર્પે ડંખ દીધો અને ગુણીની ઊંઘમાં ખલેલ ન પડે તે રીતે લોહી સાફ કરી પગે જોરથી પાટો બાંધી નવકારમંત્રનું સ્મરણ કર્યું.
ખમીર : મુંબઈમાં બે કુમારિકાની દીક્ષા પ્રસંગે સંઘની માઇક વાપરવાની ઇચ્છાને નકારી કાઢી. પોતાનાં સુશિષ્યા પૂ.શ્રી પ્રતિભાબાઈની માંદગી સમયે સૂર્યાસ્ત પછી ડૉ.ને કોઈ ટ્રીટમેન્ટ કરવા દીધી નહીં. પૂ.શ્રી