Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૧૧ કાળધર્મ વિ.સં. ૨૦૩૯. જેઠ વદ ૭. તા. ૨ જુલાઈ, ૧૯૮૩, શનિવાર રાત્રે ૨૩-૪૦ કલાકે કાળધર્મ પામ્યાં.
દીક્ષા પ્રદાનઃ તેમને ૮૬ શિષ્યાઓ હતી. તેમને પુષ્કળ શ્રદ્ધાંજલિપત્રો આવ્યા હતા. તો ૨ માળ સમસમેઘા ગોમથી બુદ્ધિમાન અને શ્રદ્ધાર્થ પુરુષ જે સત્યની આજ્ઞામાં છે એને જગતમાં કોઈનો ભય રહેતો નથી. એ સર્વથા સનાથ અને નિર્ભય છે (આરાધના, અર્પણતા કે ભક્તિ એક ભાવનાના જ સૂચક છે.) પરંતુ ભક્તિના નામે કોઈ અનિષ્ટ તત્ત્વ ન પેસી જાય એટલે શ્રી આચારાંગકાર સત્યની આરાધના કરી વ્યક્તિપૂજા નહીં પણ ગુણપૂજા બતાવે છે.
-શ્રી આચારાંગસૂત્ર નગર નાનું પણ નમણું એવા વાંકાનેર(વંકપુર)ના વતની પણ રહેતા રંગૂનમાં એવા પિતાશ્રી વીરચંદભાઈ અને માતા અંદરબાઈને સાત સંતાનો થયાં હતાં. તેમાં ચોથું સંતાન લીલાવતીબહેન હતાં. ભાઈભાંડુઓ સાથે બાલ્યવયના બગીચામાં રમતાં ખેલતાં પાંચમે વર્ષે તેમને રંગૂનની શાળાએ બેસાડવામાં આવ્યાં સાથે ધાર્મિક અભ્યાસ પણ શરૂ થયો. સાત વર્ષની ઉંમરે તો લીલાવતીબહેન સામાયિક, પ્રતિક્રમણ કરતાં, ચોવિહાર કરતાં, તિથિએ લીલોતરીનો ત્યાગ હતો. કંદમૂળનો સર્વથા ત્યાગ કર્યો હતો.
શ્રી વીરચંદભાઈને રંગૂનથી વાંકાનેર આવવાનું થયું. તે સમયે લીંબડી ગોપાલ સંપ્રદાયના શાસ્ત્રવિશારદ મોહનલાલજી મ.સા.નાં સુશિષ્યા પૂ.શ્રી દિવાળીબાઈના સાનિધ્યમાં આવવાનું બન્યું. પૂ. લીલાવતીબહેન વૈરાગ્યના રંગે ભીંજાવા માંડ્યાં. તેમના વેવિશાળ અંગેની વાતો થતાં માતાપિતાને કહી દીધું કે મારું વેવિશાળ તો હવે વીતરાગના શાસનમાં જ થશે.
મગરે ગાયા ઃ કસોટીની સરાણે ચડાવ્યા પછી વિ.સં. ૧૯૯૨ના જેઠ સુદ સાડી અગિયારસ ને સોમવાર તા. ૧-૬-૧૯૩૬ના માંગલ્ય દિવસે પૂ.શ્રી દિવાળીબાઈ ગુરુણીનાં ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કર્યું. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ આદર્યું. “ગાના ઘો ગાણા તવો” “આણ એ જ ત્રાણ” ત્યાં જ પ્રાણ. વૈરાગ્ય પ્રત્યેનો તેમનો સંવેગ વધ્યો. તેમની દરેક ક્રિયામાં “જતના” દેખાતી. ગુરુણીની તબિયત બગડતાં ૧૯૯૪માં પૂ.શ્રી સ્વામીએ વ્યાખ્યાન, ગોચરી, ગુરુની સેવા વગેરે સર્વભાર કુશળતાથી, પ્રેમથી ઉપાડી લીધો. તેમના