Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૧૩
પ્રજ્ઞાબાઈના ઑપરેશન પછી સૂર્યાસ્ત પછી દુખાવો થતો હોવા છતાં ઘેનનું ઇન્જેક્શન ન આપવા દીધું. શિષ્યોની સંસ્કાર દ્વારા ગુરુમાતા સંભાળ લેતાં. જન્મદાત્રીની આ ભવપૂરતી જવાબદારી છે, પણ ગુરુમાતાની તો શિષ્યના જનમોજનમ ન બગડે તેની જવાબદારી છે. તેથી તેઓ કડકપણે આચારનું પાલન કરતાં.
એક વખત વિહારમાં સાયકલવાળાએ પછાડતાં પૂ.શ્રીને પગનો દુઃખાવો વધી જતાં કષ્ટને ઇષ્ટ ગણી હસતાં રહેતાં. છેવટે પોતાની અનિચ્છાએ લોકોના આગ્રહથી ડોળીમાં બેઠાં.
એક ભૂવાને માતાજીના મઢમાં બાર મહિના સુધી નિકાલ ન થતાં નાળિયેરના ભેગા થતાં ઢગલામાં થતી હિંસા કરતાં અટકાવ્યો. તે ભૂવો રોજ પૂ.શ્રીનું માંગલિક સાંભળતો થઈ ગયો. પૂ.શ્રી.એ પોતાને લોહીની ઊલટીઓ થતાં ડૉક્ટરને લોહીના બાટલા ચડાવવા ન દીધા. રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરતાં. એક વખત એક પૂ. મહાસતીજીને બોલાતું બંધ થતાં સતત જાપ કર્યા. બે, ત્રણ દિવસે બોલતાં થઈ ગયાં. પૂ.શ્રીને આંતરસ્ફુરણા થતી અને તેમની પ્રશ્નો ઉકેલવાની સૂઝ ઘણી હતી.
ભાવ પણ ભેદભાવ નહીં : પોતાની શિષ્યાઓ ઉપરાંત અન્ય સાધુસંતની પણ સેવા કરતાં. એક વખત વિડયા તરફ વિહાર કરતાં થોડાં અન્ય મ.સતીજીઓ મળતાં તેમાંના એકની નાદુરસ્ત તબિયતને કારણે લોચ ન થતાં મૂંઝાતાં હતાં તો પોતે લોચ કરી આપ્યો. એક વખત ગોંડલ સંપ્રદાયનાં મ.સતીજી પડી જતાં પોતાની શિષ્યાઓને તેમની સેવામાં મૂક્યાં. જામનગરમાં નાદુરસ્ત તબિયતવાળાં પૂ.શ્રી વખતબાઈ મ.સ.ને તેમની શિષ્યાઓ દ્વારા ડોળીમાં યોગ્ય સ્થાને પહોંચાડ્યાં.
કેટલાંકને વ્યસનો છોડાવ્યો. પ્રતિક્રમણના પાઠ શીખવ્યા. કંદમૂળ છોડાવ્યાં. વૈષ્ણવકુટુંબે તેમનું વ્યાખ્યાન સાંભળતાં કંદમૂળનો ત્યાગ કર્યો. તેમનું માંગલિક સાંભળતાં એક સુથારની બેભાન પત્ની સભાન થઈ સારી થઈ ગઈ. થાળીમાં હંમેશાં ઇયળો દેખાતાં ન જમી શકનાર એક ભાઈને પોતાની માળા આપી ગણવા કહ્યું અને સારું થઈ ગયું. બે દિવસ મત્સીના ઉપદ્રવને કારણે આહારપાણી વગર ચલાવ્યું. હિંસક ધંધા કરતા વેપારીને તે ધંધો કરતાં રોકતાં.