Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૯૮ ]
[ અણગારનાં અજવાળા जिणवयणे अणुरत्ता, जिणवयणं ज करंति भावेण । -- ભવના સંવિતિષ્ઠા, તે ત્તિ પરત્ત સંસારી II જે જિનેશ્વરના વચન ઉપર વિશ્વાસ કરે છે, શ્રદ્ધા કરે છે, તેની વાણીની અનુકૂળતા મેળવે છે તેનો સંસાર મર્યાદિત ભવનો બની જાય છે. સમર્પિત બનતો આત્મા પરમાત્મા બની જાય છે.
તેમના ઓષ્ઠદ્વયે ફફડી રહ્યા હતાં. તેમને કાંઈક કહેવું હતું. પણ બોલી શકતા ન હતા. મૃત્યુને બિછાને પડેલી પત્નીને જોઈને અસ્વસ્થ થઈ રહેલા ચીમનભાઈ પુત્ર રમણ અને પુત્રી કંચનને વિષે તેમને બિલકુલ ચિંતા ન કરવાનું સમજાવી રહ્યા હતા : “માતાનો ખોળો અને પિતાનો ખભો આપીને તેમનાં જીવનનું હું ઘડતર કરીશ.” તેમણે કહ્યું. પણ કેમેય માતા હીરાબાનું મન માનતું ન હતું. પોતાના વ્હાલસોયાં બેય બાળકો સામે અનિમેષ દૃષ્ટિથી વહાલ વરસાવતાં જોઈ રહ્યાં હતાં. યાદ આવી જાય છે ત્યારે કવિ કલાપીનું એ કાવ્ય જેમાં માતા વિનાના પ્રેમથી નોધારો થતાં એ બાળકોને છોડતી, સ્વર્ગે સીધાવી રહેલી માતાની હૃદયદ્રાવક વેદના અને સંવેદનાને રજૂ કરતું કાવ્ય : “અરર બાલુડા! બાપલાં અહો! જનની આ હવે સ્વર્ગમાં જતી.” મહામહેનતે મંદ સ્વરે માતાએ કહ્યું : “મારી કુખ અને તમારું કુળ દિપાવે એવા સંસ્કારોથી આ બાળકોનું જીવનઘડતર કરી તેમને બંનેને જૈનશાસનને ચરણે મારે સમર્પિત કરવા છે.” ખરેખર જ્યારે આંખો બંધ થવાની તૈયારી હોય છે ત્યારે આંતરચક્ષુ ખુલી જાય છે. પૂર્વના સંસ્કારોને ઝીલતી અને ઝગમગાવતી આ માતા વર્તમાન કર્મના આવરણોને તોડતી પોતાના કાળજાના કટકા સમાન આ બંને બાળકોને જન્મ આપનાર આ જનની તેમને અજન્મા બનાવવા જૈનશાસનને ચરણે સમર્પિત કરવા તૈયાર થઈ. બબ્બે દીકરીઓના બુઝાયેલા જીવનદીપે પૂ. હીરાબાના અંતરમાં સમ્યક વિચારોનાં અજવાળાં ફેલાવ્યાં. તેમના જીવનની દશા અને દિશા બદલાઈ ગઈ. દીકરીઓના વિયોગના દુઃખોને જીરવતાં જીરવતાં પોતાના આત્માને જીતતાં ગયાં. હવે તેમને સંસાર, દુઃખોનાં માટલાંને પકવતો એક નિભાડો લાગવા માંડ્યો હતો.
ભવિષ્યવાણી પ્રમાણે પોતાનાં બંને બાળકો દીક્ષા ગ્રહણ કરી લેશે તેવા ભયથી ભૃગુ પુરોહિત દંપતિએ તો પોતાનું નગર છોડી દીધું હતું અને