Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૦૧
લાલનપાલનની સાથેસાથે ૧૨ વર્ષની ઊછળતી કૂદતી નાનીશી નિર્ઝરિણી જેવી ચીમનભાઈની દીકરીનાં સંવર્ધનની જવાબદારી પોતાને શિરે લઈ લેનાર શ્રી રતિભાઈની નિર્મળ, નિર્ભેળ અને નિઃસ્વાર્થ ઉદારતા પણ અત્રે ઉલ્લેખનીય અને નોંધનીય છે અને વંદનીય અને સ્તુત્ય છે. કંચનના જબ્બર પુણ્યોદયે શાળાનું ભણતર અને કુશળ શિલ્પકાર પૂ.શ્રી રંભાબાઈ મ.સ.ને ટાંકણે આ શિલ્પને કંડારીને તેનું સુંદર સંસ્કારવિધાન શરૂ થયું. આ પુણ્યશાળી દીકરીને પગલે રતિભાઈને ત્યાં સાત દીકરીઓ ઉપર પુત્ર–રત્નનો જન્મ થયો. આમ ગુરુણીની છત્રછાયામાં રહેતી કંચનબહેન પોતાના ઘર કે ગામને ભૂલીને
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સવા ત્વમેવ.........
માં તેનું આખુ જગત સમાઈ ગયું. આ બાજુ ભાઈ રમણ શૈક્ષણિક વિકાસમાં આગળ વધી ગયો હતો. ઓલ્ડ એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. સુરતમાં મોસાળમાં જઈ ગાર્ડન મિલમાં સર્વિસ શરૂ કરી. તેમનામાં ધાર્મિક સંસ્કારો હતા છતાં વૈરાગ્યભાવની કોઈ છાયા દેખાતી ન હોવાથી ચીમનભાઈને પત્નીને આપેલ વચનને કારણે ચિંતા રહેતી. ત્યારે કંચનબહેનની સંયમની થતી વેગવંતી પ્રબળ ભાવનાને કારણે સંયમાભિલાષી કંચનબહેનને સં. ૨૦૨૦, મહા વદ ૫, તા. ૨-૨-૬૪ના રોજ પંદર વર્ષની કિશોરાવસ્થામાં શ્રી કાંતિલાલ ત્રિભોવનદાસ શાહને ત્યાંથી પૂ.શ્રી ભાતૃદેવગુરુના શ્રીમુખેથી દીક્ષાપાઠ ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પૂ.શ્રી રંભાબાઈ મ.સ.નો દેહવિલય થતાં કંચનબહેન પૂ.શ્રી ધીરજબાઈ મ.સ.ના અંતેવાસી બન્યા. તેઓ કંચનમાંથી બા.બ્ર.પૂ.શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ. બન્યા. તેમનું પ્રથમ ચાતુર્માસ પ્રાંતિજ થયુ. ત્યાં પૂ.શ્રી પ્રજ્ઞાબાઈના શાળાનાં અને ધાર્મિક અભ્યાસની સાથેસાથે સેવા, સ્વાધ્યાય અને વૈયાવચ્ચનાં કાર્યો ચાલુ જ હતાં. ભાદરણનું ચોમાસું પૂર્ણ થયા પછી ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં આ સતીવૃંદ જ્યારે ઓઝ ગામમાં પધાર્યું ત્યારે પોતાના ગામની દીકરી અને પોતાની કુળદીવડીને પ્રથમવાર સાધ્વીજીના સ્વાંગમાં જોતા દાદીમા અને પિતા તો હરખઘેલાં થઈ ગયાં. એ નાના ગામમાં પણ હરખની હેલી ચડી. સુરતથી રમણભાઈ પણ ભગિની સાધ્વીની ઓઝમાં આગમનની જાણ થતાં નોકરીમાંથી રજા મેળવી વતન પહોંચી ગયા. ગામ લોકોની સાથે તેઓ પણ