Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૦૮ ]
[ અણગારનાં અજવાળા : એક ગરવી ગુજરાત અને બીજો માલવ દેશ (મધ્યપ્રદેશ). માલવ દેશના એક ધર્મસંસ્કારિત સમૃદ્ધ પરિવારમાં કંચનબહેનનો જન્મ થયો. લાલનપાલનમાં ઊછરી રહેલી દીકરીનું લગ્ન એક ગૃહસ્થપુત્ર ડુંગરસિંહજી સાથે કરવામાં આવ્યું. સુસંસ્કારી દીકરી કંચનબહેન પતિની સહધર્મચારિણી, સંતાનોની સદ્ધધર્મદાત્રી બની. કૂળસેવા, ધર્મસેવા અને સમાજસેવાની મનોહર મૂર્તિ બની પોતાના જીવનને પ્રેમ, વાત્સલ્ય અને ધર્મથી સભર કરી દીધું હતું.
પારિવારિક ફરજોઃ માતા કંચનબા પોતાના ત્રણ પુત્રો : નિર્મળચંદ્રજી, સંતોષચંદ્રજી અને સરદારકુમાર તથા ત્રણ પુત્રીઓ : સોહનબહેન, મોહનબહેન તથા તારાબહેનના જીવન વિકાસ ઉપર, સ્વાથ્ય ઉપર ઉપરાંત તેમના આત્મિક ગુણોના વિકાસ ઉપર સતત ચિંતનશીલ રહી તેમનાં સન્માર્ગદાત્રી બની રહ્યાં.
ગુરુવર્ય પૂ.શ્રી ચંપકમુનિ મહારાજ સાહેબથી શોભતો બરવાળા સંપ્રદાય અને તેમના નામથી પ્રસિદ્ધ થયેલો સમસ્ત સ્થાનકવાસી જૈન સંપ્રદાય જેનાથી સમગ્ર ગુજરાતની ધરા ધન્ય બની છે એવા આ ગુરુવર્ય અખિલ ભારત સાધુસંમેલનમાં ગુજરાતના એક માત્ર પ્રતિનિધિ બનીને સાદડી સંમેલનમાં (રાજસ્થાન) પધાર્યા હતા. ત્યાં તેઓએ સૂત્રોના સંશોધન દ્વારા જૈનશાસનની મહાસેવા કરી. ત્યાંથી બદનાવરની પુણ્યભૂમિમાં પધાર્યા હતાં.
ભવ્યગાથાઃ ગુરુવર્યના સ્વાગતમાં પોતાના સંતાનોમાંથી કોઈ પણ એકને સ્વીકારવાની વિનંતી કરતાં ઉચ્ચ ભાવના ધરાવતા પિતા કેવા આકાશથી ઉન્નત હશે અને અપૂર્વ ભાવનાવાળી જન્મભૂમિથી પણ મહાન એવી માતા હશે! ગુરુવર્ય પૂ.શ્રી ચંપકલાલજી મ.સાહેબે સચિત ગોચરીના રૂપમાં સૌથી નાના એવા પૂ.શ્રી સરદારમુનિને સ્વીકારી તે માતાપિતાની વિનંતીનો સ્વીકાર કર્યો અને જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે તે ભવ્ય ગાથા રચાઈ ગઈ.
જીવનમાં એક વળાંક ઃ ૧૪ વર્ષના પુત્રરત્નની દીક્ષા બાદ સારો પરિવાર દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં દઢ બન્યો, પણ ત્યારબાદ શ્રાવકશિરોમણી પતિનો દેહાંત થયો અને પત્ની કંચનબાના હૃદયમાં સુષુપ્ત એવા દીક્ષાના મંગલભાવો રમતા થયા અને વિ.સં. ૧૯૯૫માં કંચનબા, તેમના દોહિત્ર પૂશ્રી પારસમુનિ મ.સા. અને દોહિત્રી પૂ.શ્રી પ્રમીલાબાઈ