Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
:
અણગારનાં અજવાળા ]
[ ૧૯૫
અલિપ્ત રહેતી. જાણે જન્મથી ભેખ લઈને જન્મેલી એ દીકરએ પોતાના શ્વાસોશ્વાસ ભગવાનને સમર્પિત કરી દીધા હતા. ભગવાનને પ્રાર્થતી. તારું નામ જપતાં મારી જિંદગી પસાર થાય. મારી નિષ્ઠા તારા ચરણોમાં હોય તારી કૃપા સિવાય મારે કશું મેળવવાનું ન હોય. તારા ચરણમાં મને શરણ મળો! મારું જે કાંઈ છે તે સર્વ તને સમર્પિત કરું છું, એવી તે દીકરી ઇન્દુબહેનનું બાળપણ એવું હતું.
•
સંસ્કારોથી સંતાનો સુસંસ્કૃત થાય તેમ તે માતાપિતા દીકરી ઇન્દુબહેન તેમજ તેમની બે બહેનો અને એક ભાઈને ઉપાશ્રય રોજ મોકલતાં. ઇન્દુબહેન આ સંસ્કારોને આત્મસાત કરતા આત્મવૈભવ માણતા, આત્મામાં જ રમણતા કરતાં તેમ કરતાં તેમનો વૈરાગ્ય પ્રત્યેનો રાગ વધતો ગયો. તેમાં તેમના પૂ. પિતાશ્રીનું અવસાન થતાં એ તેમની દીક્ષા માટેનું એક નિમિત્ત બની ગયું અને પછી તેમના કાકાશ્રી ખીમચંદભાઈ છગનલાલ ગાંધીએ ઘરની જવાબદારી સંભાળવી શરૂ કરી. અને ઇન્દુબહેને ઉપાશ્રય બંધ કરાવ્યો. કારણ ઇન્દુબહેનને દીક્ષા દેવાની કોઈને ઇચ્છા ન હતી તેથી કુટુંબની દરેક વ્યક્તિએ ઇન્દુબહેનને દીક્ષા ન લેવા માટે ખૂબ સમજાવ્યાં પણ તેમનો વૈરાગ્યભાવ દૃઢ હતો. પંડિતજી પાસે પોતે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવા જતાં. શાળાનાં સાત અને અંગ્રેજીનાં ત્રણ ધોરણનો તેમણે અભ્યાસ કર્યો હતો.
દરિયાપુરી સંપ્રદાયનાં વિદ્વાન ૫. પૂ. તારાબાઈ મ.સ. પાસે પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. સંસારમાં હતાં ત્યારથી તેમની સાથે ઇન્દુબહેન ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતાં હતાં અને છેવટે પૂ. શ્રી ઇન્દુબહેનની વૈરાગ્ય પ્રત્યેની દૃઢતા જોઈ તેમના સમગ્ર પરિવારે તેમને દીક્ષા આપવા માટે મંજૂરી આપતાં તેઓએ ૧૩-૫-૧૯૫૫ના વૈશાખ વદ ૬ના રોજ ૨૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને સિદ્ધાંતપ્રેમી પૂ. શ્રી ગુરુણીમૈયા તારાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. શ્રી વિમળાબાઈ મ.સ.નાં શિષ્યા ઇન્દુબહેન બન્યાં પૂ. શ્રી ઇન્દુબાઈ અણગાર. તેમને બે શિષ્યાથી વધુ શિષ્યા નહીં કરવાનો તેમનો નિયમ હતો. વિચરણ : તેમણે કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, સાયલા, વઢવાણ, વિરમગામ, અમદાવાદ, કલોલ, ધાનેરા, પાલનપુર, વડોદરા, પીજ, ઈંટોલા, સુરત, નવસારી, મુંબઈ, પૂના, નાસિક, અમલનેર