Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૬૪ ].
[ અણગારનાં અજવાળા કેસરબહેનના બાળપણનાં સાથી તારાબહેન અને કેસરબહેનની ત્રિપુટી ગુરુદેવનાં સત્સંગમાં આવવા લાગી. તેમના ભાવિના ઉજ્જવલ ભાવ જોતાં તેમને નવો રાહ ચીંધવા માટે પૂ. શ્રી ગુરુદેવે પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને પાલનપુર ચોમાસું કરવા વિનંતી કરી અને પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.એ કેસરબહેનને ધર્મનું જ્ઞાન આપી ધર્મના ભાવો સમજાવ્યા. તેમના વૈરાગ્યના ભાવો દઢ થવા માંડ્યા, પણ કેસરબહેનનાં માતાપિતા અને સગાવ્હાલાના વિરોધવંટોળ વચ્ચે પણ કેસરબહેન દીક્ષા લેવાના ભાવ સાથે અડીખમ ઊભાં રહ્યાં અને પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ની નિશ્રામાં મહાસુદ ૫-ને દિવસે પૂ. શ્રી તેમનું શિષ્યત્વ સ્વીકારી સંસારી કેસરબહેનમાંથી તેઓ પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી બન્યાં. આગમજ્ઞાનનાં અભ્યાસી બન્યાં અને ખરેખર ઘેઘૂર વડલાની માફક સર્વ સંતપ્તજનોને શીતળ છાયાનાં દેનારાં બન્યાં. ગુર્વાશાએ અનેક ક્ષેત્રોને લાભ આપતાં. એક વખત પ્રભુ નેમિનાથની નિર્વાણભૂમિ જૂનાગઢમાં તેઓ પધાર્યા. તે સમયે ગોંડલ સંપ્રદાયમાંથી એક સાધ્વીમંડળ સોનગઢ પંથે જવા તત્પર બન્યું હતું. ગોંડલ સંપ્રદાયનો સંગ તેમને બંધનરૂપ લાગતો હતો, જેના કારણે જૈન શાસનમાં ગોંડલ સંપ્રદાય ઉપર ઝાંખપ લાગે તેવું હતું! આવા મહાતત્ત્વજ્ઞાની પૂ. શ્રી ચંપાબાઈ મ.સ.નાં પ્રવચનો સાંભળવા શ્રાવકો ગોંડલ સંપ્રદાયના ગુરુ પૂ. શ્રી ઈશ્વરલાલજી મ.સા. પાસે પહોંચ્યા. તેમની અનુમતિથી તેઓએ દરિયાપુરી સંપ્રદાયના આ. ભ. પૂ. શ્રી ઈશ્વરલાલજી મ. સા.ની અનુમતિ મેળવી પૂ. શ્રી ચંપાબાઈ મ.સ.નું જૂનાગઢમાં ચાતુર્માસ કરાવી તે સાધ્વીમંડળને પૂ. શ્રી ચંપાબાઈના સાંનિધ્યમાં રોકી તેમને વ્યાખ્યાન, વાંચણી, આગમ સૂત્રોના આધારે સમજાવ્યાં અને સચોટ અને ચોટદાર વાણીના પ્રભાવથી એ સાધ્વીમંડળને સોનગઢના ધર્મના પંથેથી પાછા વળ્યા.
ચંદ્ર જેવી શીતળ વાણી, વહેતી સરિતા જેમ સરવાણી, એક ઘૂંટ પીએ જે પાણી, તૃષા તેની તરત છિપાણી. રગ રગમાં ધર્મનો રંગ, કર્મ સાથે ખેલતા જંગ. વિરવાણીથી કરતા દંગ, સૌને ગમતો ચંપાબાઈ સંગ.
વ્યવસ્થા જળવાય તે માટે શાસનને સંપ્રદાયોમાં વિભાજિત કરવામાં આવેલું હોય છે તેથી સર્વ સંપ્રદાયો મળી શાસન શોભે છે. તેથી કોઈપણ