Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૭૧
લહેરીબહેનની કૂખે અને જેમણે જૈન-આગમ, સૂત્ર સિદ્ધાંતનો ઝીણવટપૂર્વક શાસ્ત્રાભ્યાસ કર્યો હતો તેવા ઝીણા શ્રાવક'નાં ઉપનામથી ઉપમિત થયેલા શ્રી છોટાલાલભાઈ નગરશેઠના કુળમાં વસંતપંચમીની રાત્રિએ વસંતબહેનનો જન્મ થયો હતો. કુદરત આ આત્મિક સૌંદર્યને લઈને જન્મેલી દીકરીના આગમનની ખુશાલી વ્યક્ત કરી રહી હતી. તેથી દીકરીનું નામ રાખવામાં આવ્યું વસંત.
સમય સરતાં વસંતબહેન ૧૫ વર્ષની ઉંમરે યુવાનીના પ્રાંગણમાં પગલાં પાડી રહ્યાં હતાં ત્યારે...સ્વાભાવિકપણે થાય છે તેમ શ્રી ચમનભાઈ છોટાભાઈ સાથે સ્થાનકવાસી કુટુંબમાં તેમના લગ્ન થયાં, પણ ૨૧ વર્ષની ઉંમરે તેમના જીવનની બહારને ઉજ્જડ બનાવતું વૈધવ્ય આવ્યું. તે સમયમાં વૈધવ્ય એટલે વિમળતા પણ દીકરીનું પુર્નલગ્ન એટલે પાપ ગણાતું. સાસુમા સાથે વસંતબહેન હંમેશાં ઉપાશ્રયે જતા અને વિરહે તેમને વિરાગ તરફ વાળ્યા. વિલાપને બદલે તેઓ વૈરાગ્ય તરફ વળ્યાં. સાથે તેમની બાળવિધવા સખી ઘેલીબહેનની સંગાથે શાસ્ત્રજ્ઞ પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ની છાયામાં ૫ વર્ષ ધાર્મિક અભ્યાસ કર્યો. ૨૭ વર્ષની વયે પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ની શિષ્ય પૂ. શ્રી માણેકબાઈ મ.સ.ની નિશ્રામાં દીક્ષા લીધી. પૂ. શ્રી ઘેલીબાઈ મ.સ.ને પૂ. શ્રી સંતોકબાઈ મ.સ.ને સોપ્યાં. કારણકે પૂ. શ્રી વ્રજકુંવરબાઈને સાત શિષ્યા પછી નવી શિષ્યા નહીં કરવાની પ્રતિજ્ઞા હતી.
પૂ. શ્રી વસંતબાઈ મ.સ.ના ૯ વર્ષના દીક્ષાપર્યાય બાદ કલોલ મુકામે પૂ. શ્રી ગુરુદેવ નાનચંદ્રજી સ્વામી તથા પૂ. શ્રી સમરતબાઈ સ્વામી તથા પૂ. શ્રી મણિબાઈ સ્વામી સ્થિરવાસ હતા તથા વિરમગામ પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સાહેબ સ્થિરવાસ હતા. પૂ. શ્રી માણેકબાઈ મ.સ. તથા પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ના કાળધર્મ પામ્યા બાદ પૂ. શ્રી વસંતબાઈ મ.સ., પૂ. શ્રી મંગળાબાઈ મ.સ. અને પૂ. શ્રી સંતોકબાઈ મ.સ. તથા પૂ. શ્રી ઘેલીબાઈ મ.સ. ઠાણા વારા કરતી બન્ને સ્થળે વિનય, વૈયાવચ્ચ તથા સેવામાં હાજર રહેતા. સેવા વૈયાવચ્ચમાં પૂ. શ્રી વસંતબાઈનું જીવન વ્યતીત થયું હોવાથી જ્ઞાનાભ્યાસ વધુ થઈ શક્યો ન હતો. ૯ સિદ્ધાંત અર્થ-ભાવાર્થ સાથે કંઠસ્થ કર્યા. તેમને ૫ શિષ્યાઓ હતાં. તેમાંનાં ચાર