Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
સત્સંગને રંગે
બા. બ્ર. પૂ. શ્રી જસવંતીબાઈ મહાસતીજી
[ ૧૮૫
[દરિયાપુરી સંપ્રદાય]
નામ : જસવંતીબહેન (જશીબહેન)
માતાપિતા : શિવાબહેન. પિતાશ્રી : શ્રી મણિલાલ છગનલાલ સંઘવી. જન્મ : સં. ૧૯૭૮-આસો વદ નોમ. જન્મસ્થળ : સુરત
દીક્ષા : સં. ૧૯૯૫. મહા સુદ પાંચમને રોજ બુધવાર. સ્થળ : અમદાવાદ, છીપાપોળ.
વૈરાગી વિરમે નહીં, લાગ્યો રંગ. મજીઠિયો,
ધાર્મિક અભ્યાસ : સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન, આગમની વાંચણી, ૧૧ સિદ્ધાંતો અને સો થોકડા ઉપરાંત ઘણી બધી સજ્ઝાયો, કથાઓ અને વાર્તાઓ મોઢે કર્યાં હતાં.
કરીએ ક્રોડ ઉપાય,
કેમે
કેમે કરી ન જાય.”
ત્રિભેટે : એક બાજુ માતાપિતાનું સંસ્કારસિંચન, બીજી બાજુ પોતાના પૂર્વના સંસ્કાર અને ત્રીજી બાજુ તીર્થસ્વરૂપ પૂ. શ્રી નાથીબાઈ મ.સ. અને અવિસ્મરણીય એવા પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ. સાહેબનાં સત્સંગના ત્રિભેટેની ભેટ લઈને ઊભેલાં નાનકડાં જસીબહેન વૈરાગ્યના રંગે એવાં રંગાયાં જાણે લાગ્યો એવો મજીઠિયો રંગ જે કેમ કરી ન જાય!
અને જસીબહેનનાં મનમાં વૈરાગ્ય-ભાવના એવી દૃઢ થઈ ગઈ કે તેમના ઘરમાં કોઈને પણ પૂછ્યા-જણાવ્યા વિના શાળામાંથી પોતાનું નામ કમી કરાવી આવ્યાં. તેમના નિર્ણયમાં સત્ય અને સત્ત્વ જણાતાં ઘરમાંથી કોઈએ તે વાતનો વિરોધ ન કરતાં તેને સ્વાભાવિક રીતે સ્વીકારી લીધી. શાળામાંથી નામ કમી કરાવી જૈનશાળામાં નામ નોંધાવી આવ્યાં. પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ. સા. પૂ. શ્રી નાથીબાઈ મ.સ. અને જસીબહેનનાં માતાપિતાએ જસીબહેનનાં વૈરાગ્યના રંગને ખૂબ કસ્યો, આકરી કસોટીએ ચડાવ્યો પણ જસીબહેનનું હીર ક્યાંય ઝંખવાયું નહીં. તેમાંથી સફળતાપૂર્વક પાર ઊતર્યાં.