Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૮૮ ]
અપ્રમત્ત આરાધક
પૂ. શ્રી ધીરજબાઈ મહાસતીજી
સંસારી નામ : ધીરજબહેન.
માતા-પિતા : માતા શ્રી માણેકબહેન, પિતા : શ્રી કેશવલાલભાઈ.
[ અણગારનાં અજવાળા
જન્મ : સં. ૧૯૭૪, ભાદરવા વદ-૫. જન્મસ્થળ : ઉત્તર ગુજરાતનું પ્રાંતિજ નગર.
દીક્ષા : ૨૨ વર્ષની ઉંમરે. દીક્ષાસ્થળ : પ્રાંતિજ.
[દરિયાપુરી સંપ્રદાય]
દીક્ષાગુરુ : પૂ. શ્રી હર્ષચંદ્રજી મ.સા. ગુરુણી : પૂ. શ્રી રંભાબાઈ
મહાસતીજી.
કાળધર્મ–સમય : સં. ૨૦૪૮ના વૈશાખ સુદિ ૧, તા. ૧૫-૪-૯૨ની સાંજે ૫-૪૦ કલાકે.
સામાન્ય રીતે માનવીના જીવનમાં મહામોહને કારણે વિહ્વળતા જન્મે છે. તેનું મૂળ કારણ દેહ અને આત્માની ભિન્નતાનું અજ્ઞાન છે. એટલે જ મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સમ્યજ્ઞાન વિનાન જ જઈ શકે.
એ કેવો સુંદર અને પવિત્ર દિવસ ઊગ્યો હશે જ્યારે સૂરજનાં સહસ્ર કિરણો કોઈ શુભ, મંગલકારી અને દિવ્ય સંદેશ સાથે પૃથ્વીને પટે પ્રસર્યાં હશે! એ મંગલકારી દિવસ હતો સં. ૧૯૭૪ની ભાદરવા વદ પાંચમનો દિવસ-જ્યારે ઉત્તર ગુજરાતનાં પ્રાંતિજ નગરે માતા શ્રી માણેકબહેનની કૂખે અને પિતાશ્રી કેશવલાલભાઈને ત્યાં એક કુળ દીવડી–દીકરીનો જન્મ થયો. તેમનું નામ ધીરજબહેન રાખવામાં આવ્યું હતું.
નાની ઉંમરમાં પિતાશ્રીનું શિરચ્છત્ર ગુમાવતાં માતાએ પિતાની પણ ખોટ પૂરી કરી તેમને ઉછેર્યાં. ૧૬ વર્ષની ઉંમરે પ્રાંતિજમાં જ લગ્નગ્રંથિથી જોડાયા. પણ રે કુદરત! તેમના લગ્નને પૂરાં બે વર્ષ ન થયાં ત્યાં તો પત્તાનાં