Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૮૪ ]
[ અણગારનાં અજવાળા તેવી તબિયત-તપસ્યામાં પારસી કરતાં જ. શિષ્યા બનનારને ચાનું વ્યસન છોડાવતા અને શિષ્યાઓનું ધ્યાન પણ રાખતા. આગમ સિવાય કોઈ પુસ્તક કે મેગેઝિન ન વાંચતાં. તે સમયે તેમને નવ શિષ્યા-પ્રશિષ્યાઓ હતા. વિચરણઃ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, ગોહિલવાડ, મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ.
૧૦ ઠાણા સાથે મુંબઈ તરફ વિચરણ કર્યું. જ્યાં આ. પૂ. શ્રી ગુરુ ભગવંત શાંતિલાલજી મ. સા. ઠાણા ૪ પણ ત્યાં જ બિરાજમાન હતા. ઘાટકોપરના ચોમાસા બાદ માટુંગાથી કાંદિવલી પહોંચવાની તેમની ભાવના હતી, કારણ કે પૂ. શ્રી રાજ ગુરુદેવની તબિયતને કારણે તેમને તેમની સેવા અને દર્શનનો લાભ લેવો હતો, પણ એક વખત પોતાને જ એટેક આવી ગયેલો હોઈ તેમને અશાતાવેદની ઊપજતાં અંધેરી અટકી જવું પડ્યું. તેથી પોતે અફસોસ કરતાં કે “દરિયો ઓળંગીને આવીને ખાબોચિયામાં ખૂંપી ગઈ.”
પૂ. શ્રી હીરાબાઈ મ.સ.ની અશાતાવેદનીનો ઉદય થયો. તબિયત બગડવા માંડી. અંધેરી સંઘની ખૂબ સેવા તેમજ પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ. પણ સેવા સ્વાધ્યાયાદિ કરાવતાં. પોતે પણ અપ્રમત્તભાવે આત્મશુદ્ધિપૂર્વક પાપોની આલોચના કરતાં આરાધનાનો યજ્ઞ માંડી દીધો. તા. ૨૭-૧-૭૯ની રવિવારની સવારે તબિયત વધુ ખરાબ થઈ. પોતે જ સંથારાનાં પચ્ચકખાણ, આલોચના, પ્રતિક્રમણ કર્યું અને સમાચાર મળતાં ગુરુદેવ પધાર્યા. તેમને ખમાવ્યાં, બધા દોષોની આલોચના કરી, પ્રાયશ્ચિત્ત લીધું. આત્માને વિશુદ્ધ અને પવિત્ર બનાવ્યો. મહા સુદ ૨, તા. ૨૮-૧-૭૯ ને સોમવારે સાંજે ૪-૫૦ કલાકે ૪૧ વર્ષના સંયમપર્યાયે તેમનો આત્મા નશ્વર દેહપિંજરને છોડી ગયો.
પોતાને પોતાની અંતિમ વિદાયની ઝાંખી થઈ ગઈ હોય તેમ દરેક સાથે વર્યા. પૂ. શ્રી ગુરુદેવે તેમને “સાકરના ગાંગડાનું ઉપનામ આપેલું.
આપને અમારા અગણિત વંદન હો......
શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દે છે એવા સાધુ એટલે મૂર્તિમંત ત્યાગનો સાક્ષાત્કાર.