Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૭૬ ]
[ અણગારનાં અજવાળા
કલ્પનું પાલન કરતાં ૨૨ વર્ષ વિચરણ કર્યું. ડોળીમાં વિચરણ કરતી સમયે પૂ. શ્રી વસુમતીબાઈ શિષ્યાઓને તેમને વિચરણ કરાવવાનું કહેતાં. કોણ કોની શિષ્યા છે તે સાધુ સંતો કે શ્રાવક-શ્રાવિકાને ખબર ન પડતી. કોઈપણ પ્રકારના સંદેશા અર્થે તેમણે ચિઠ્ઠી-ચબરખીના પત્રવ્યવહારનો ઉપયોગ કર્યો નથી.
અંતમાં સરસપુરનું ચાતુર્માસ કરી વિચરતાં વિચરતાં પૂ. પ્રભાવતીબાઈ મ.સ. શાહપુર પધાર્યાં. ત્યાં ધીમે ધીમે આહારની રુચિ ઓછી થતી ગઈ. શારીરિક શક્તિ ઘટતી જતી હતી, પરંતુ આંતરજાગૃતિનો દીવડો તો સતેજ જ થતો જતો હતો.
ખરેખર! માત્ર બુદ્ધિની વૃદ્ધિ કરવાથી આત્મકલ્યાણ થતું નથી પરંતુ બુદ્ધિની શુદ્ધિ વડે આત્મકલ્યાણ શક્ય બને છે. પવસુયસંગેસુ’નું રટણ કરતાં અને ૨૯ પ્રકારનાં સેવન કરેલ પાપનું પ્રાયશ્ચિત કરતાં. પાઢિયારી વસ્તુઓ સોંપી દેવાની ભલામણ કરી. ‘અગિયારસને બાર વાગે' તેમ બોલતાં રહેતાં હતાં. તે પ્રમાણે જ બન્યું. ગામની એકાદશી અને આપણી ફાગણ સુદ બારસે રાત્રિના લગભગ ૧૧-૪૫ વાગે તેમનો આત્મા પરમાત્માના મિલન માટે દેહના પિંજરનો ત્યાગ કરીને ઊડી ગયો. ફાગણ સુદ ૧૩ના સવારે પૂ. શ્રી પ્રભાવતીબાઈ મહાસતીજીની પાલખી નીકળી. આપને અમારા અગણિત વંદન હો......!
ખરેખર! મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સુવિચાર, સુઆચાર અને દૃઢ પુરુષાર્થ વિના દૂર ન જ થઈ શકે.