Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૭૫ રાખજે કે ઘી વહોરાવનાર મળશે પણ પાણી વહોરાવનાર નહીં મળે. એટલે કે નિર્દોષ આહાર મળશે પણ નિર્દોષ પાણી જલદીથી નહીં મળે માટે દયાપાલન સાથે પાણીનો ઉપયોગ ખૂબ જતનપૂર્વક કરજો.” અને પૂ. પ્રભાવતીબાઈ મ.સ. જીવનભર એ જ મંત્રમાર્ગને અનુસર્યા.
પૂ. મફતબહેનની છ મહિના દીક્ષા મોડી થઈ અને તેઓ પૂ. વસુમતીબાઈ મહાસતીજી બન્યાં અને પોતાના જીવનપંથને ઉજ્વળ બનાવી ગયા.
પૂ. પ્રભાવતીબાઈ મ.સ.ના ઉચ્ચતમ આદર્શો સાથેનું સંયમજીવન હોઈ તેમને દ. સંપ્રદાયમાં “પ્રભુજી' નામનું ઉપનામ મળ્યું હતું. સેવા, સમર્પણ અને સ્વાધ્યાય એ તેમના જીવનનો મુખ્ય મંત્ર હતો. બેથી વધુ શિષ્યા નહીં કરવાની તેવાં તેમને પ્રત્યાખ્યાન હતાં. તેથી તેઓ ગુરુ સમીપે રહી શકતાં તેનો તેમને વિશેષ આનંદ હતો. તેમના પ્રથમ શિષ્યા પૂ. લીલાવતીબાઈ મ.સ. હતાં. તેમના સંયમના અલ્પપર્યાયમાં જોરદાર અશાતાનો ઉદય આવતાં તેમની એટલે કે શિષ્યાની પણ ખડે પગે સેવા કરી. તેમાં પણ પાછા ન પડ્યાં. | મુંબઈમાં ગુજરાતી સાધ્વીરના તરીકે સર્વપ્રથમ પ્રવેશ કરનાર પૂ. શ્રી કેસરબાઈ મ.સ. આદિ ઠાણા ૮ હતાં. તે સમય દરમિયાન આઠ બહેનો પ્રવ્રજ્યા માર્ગે ગયાં. તેમાં પ્રથમ પૂ. શ્રી પ્રવીણાબાઈ મ.સ. પૂ. શ્રી પ્રભાવતીબાઈ મ.સ.ના દ્વિતીય શિષ્ય બન્યાં. તેમના જીવનમાં જ્ઞાનાભ્યાસ કરતાં ચારિત્રનું પાત્રતાનું મહત્ત્વ ઘણું હતું.
ચૂસ્ત ચરિત્રપાલન : મુંબઈથી અમદાવાદ પાછા ફરતાં પગનો દુખાવો સખત રીતે વધતાં ડોળીનો ઉપયોગ અનિચ્છાએ પણ કરવો પડ્યો હોવાથી તેના પ્રાયશ્ચિત તરીકે સંપૂર્ણ દોષોથી મુક્ત થઈ આત્માને પૂર્ણપણે વિશુદ્ધ બનાવવા પૂ. શ્રી ગુરુ ભગવંત પાસેથી એક મહિનાનું છેદ પ્રાયશ્ચિત લીધું. બારી ખોલતાં–બંધ કરતાં ત્રસ કાયાદિની વિરાધના થવાની સંભાવનાનાં કારણે પોતાની પાટ બારીથી દૂર રાખતા. સૂર્યાસ્ત થતાં કોઈને પણ સંસારી સગાઓને પણ દર્શન આપતા નહીં, તેમજ વાંચણી સમયે વાતચીત પણ કરતાં નહીં. અમદાવાદમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વે