Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૭૪ ]
[ અણગારનાં અજવાળા પણ લગ્ન પછી માત્ર છ મહિનામાં તેમના સૌભાગ્યનો દીવડો ઓલવાયો. તે સમયે સ્થાનકવાસી સમાજમાં છ બહેનો બાળવૈધવ્યનું જીવન પસાર કરી રહી હતી. આ દીકરીઓ ઉત્તમોત્તમ આધ્યાત્મિક પંથે વળી પોતાનું જીવન ઉજ્વળ બનાવે તેવી ભાવનાથી પ્રેરાઈ સુશ્રાવક પીતામ્બરભાઈએ પૂ. શ્રી લક્ષ્મીચંદજી મહારાજ સાહેબને વિનંતી દ્વારા અભુત ચારિત્રનિષ્ઠ, સદાય આચારસંહિતા પ્રમાણે રમણતા કરનાર એવા પૂ. શ્રી ઝબકબાઈ મ.સ. તથા પૂ. શ્રી સૂરજબાઈ મહાસતીજીનું પાલનપુર મુકામે ચોમાસું નક્કી કરાવ્યું. પાલનપુરમાં ગુજરાતી સંત સતીજીનું પ્રથમ વિચરણ થયું ત્યારે પૂ. શ્રી કેસરબાઈ મ.સ., પૂ. શ્રી ચંપાબાઈ મ.સ. તથા પૂ. શ્રી તારાબાઈ મ.સ. ત્રણેયની દીક્ષા થઈ.
તે જ સમયમાં પૂ. શ્રી મફતબહેન તથા પૂ. બચીબહેન સંસારપક્ષે નણંદ-ભોજાઈ થતાં. બંનેને વૈરાગ્યભાવના પ્રબળ થતી જતી હતી, પરંતુ માતાપિતાનાં રાગભાવને કારણે ૧૫ વર્ષ સુધી તેઓ સંસારમાં પણ વૈરાગ્ય અવસ્થામાં રહ્યાં પણ સમકિત જીવ ઘરમાં રહે પણ એના હૈયામાં ઘર ન રહે અને અંતે એક વખત જીવણવાડીના ઉદ્ઘાટનના મુહૂર્ત માટે
જ્યારે જ્યોતિષીને બોલાવવામાં આવ્યા ત્યારે બચીબહેનથી રહેવાયું નહીં અને પોતાની દીક્ષા લેવાનું મુહૂત પણ તે જ્યોતિષી પાસે કઢાવી લીધું. ચૈત્ર સુદ ૧૫નું મુહૂત આવતાં તેમણે પિતાને અને શ્વસુરપક્ષે જાણ કરી તેમની અનુમતિ માંગી. અનુજ્ઞા મળી. દીક્ષાની તૈયારી થવા માંડી. ત્યારે શ્વસુરપક્ષે પણ તેમાં પોતાની અનુજ્ઞા સાથે આનંદ વ્યક્ત કર્યો અને દીક્ષાની શોભાયાત્રા પોતાને ત્યાંથી નીકળશે તેમ જણાવતાં સરળતાથી બચીબહેને તે વાત સ્વીકારતાં સં. ૧૯૯૪ ચૈત્ર સુદ ૧૧ને દિવસે બચીબહેનની મહાભિનિષ્ક્રમણની શોભાયાત્રા તેમને શ્વસુરગૃહેથી નીકળી અને બચીબહેન પૂ. કેસરબાઈ ગુરુણીની પટ્ટશિષ્યા બની બચીબહેનમાંથી બન્યાં પ્રભાવતીબાઈ મહાસતીજી.
ઘણી વખત એવું બને કે આપ્તજનો કે વડીલોના મુખમાંથી નીકળેલા શબ્દો સામી વ્યક્તિના હૈયામાં હંમેશ માટે મંત્રો બની જડાઈ જતા હોય છે તેમ બચીબહેનના પિતાશ્રીના મુખમાંથી દીકરીનાં સંયમ વખતે શીખના બે શબ્દો સર્યા હતા.......“દીકરી! સંયમ માર્ગે જતાં ધ્યાન