Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૬૯ જ સ્થાને બેસતાં. પછી ત્યાં તાપ આવે કે ઠંડી આયંબિલમાં પાણી સાથે એક દ્રવ્ય માત્ર વાપરતાં. તેમનાં દર્શનાર્થે નિયમિત રીતે આવતા શ્રાવકોનાં જીવન પલટાઈ જતાં.
“કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા”, એવા નિગ્રંથનો પંથ, ભવ અંતનો ઉપાય છે.
- શ્રીમદ્ રાજચંદ્રજી. નવરંગપુરાની બોર્ડિગમાં પધાર્યા. માંદગી વધતી ગઈ. પોતે નિજાનંદની મસ્તીમાં. એક પણ દવા નહીં લેવાની. પૂ.શ્રી શાંતિલાલજી મ.સા. તેમ જ પૂ.શ્રી વીરેન્દ્રમુનિ મ.સા. રોજ તેમને દસ વૈકાલિક સૂત્ર સંભળાવવા આવતા. પૂર્ણ જાગૃતિથી તેઓ સાંભળતાં.
મૃત્યુ મહોત્સવ બન્યું ઃ મંગળવાર તા. ૨૫-૩-'૮૦ના રોજ સાંજે પાંચ વાગે “તમને કેમ છે?” તેમ પૂ.શ્રી વિમળાબાઈ મ.સ.ના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું : “હું જાઉં છું” કહેતાં બધાં પચ્ચકખાણ કર્યા. પોતાનું પ્રિય ઉ.સૂત્ર સંભળાવવા કહ્યું. એકાગ્ર ચિત્તે પૂ.શ્રી કાઉસગ્ગની મુદ્રામાં સાંભળતાં રહ્યાં.
“દર્દ વચ્ચે દેહ ઝૂલતો, આતમભાવ ન ભૂલતો,
દેહ દર્દ સહે દિલ નવકાર વદે, કરે મૃત્યુને પડકાર.” દીપ બુઝાતો હતો પણ આતમનું ઓજસ પ્રકાશતું હતું. ૧૨-૪૫ વાગે એક તારો આથમ્યો અને નભોમંડળમાં એક તારો ઊગ્યો.
"सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारंतरति।"
સત્યની આજ્ઞા ઉપર ઊભેલો બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.” –આચારાંગ સૂત્ર.
આવા હતા અણગાર અમારા....આપને અમારાં અંગણિત વંદન હો!
જ મજા સાથમાં એક જ કારતું હતું.