Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૬૬ ]
[ અણગારનાં અજવાળા સંયમ સ્વીકાર : વિ.સં. ૧૯૮૬. વૈશાખ વદ પ. ધાર્મિક અભ્યાસ : આગમ અને સૂત્રો કંઠસ્થસ ૧૪ પુસ્તકો લખ્યાં. દીક્ષા પ્રદાન : તેમની ૨૧ સુશિષ્યાઓનો પરિવાર.
વિહાર: પાટણ, મૂળી, રાજકોટ, વઢવાણ, જોરાવરનગર, વિરમગામ, પાલનપુર, કલોલ, અમદાવાદ, લખતર, સુરેન્દ્રનગર, પ્રાંતિજ, વડોદરા, સુરત, મુંબઈ, કચ્છ, માંડવી, ધંધુકા.
મહાપ્રયાણ : તા. ૨૫-૩-'૮૦, મંગળવાર રાત્રે ૧૨-૪૫ વાગે.
પ્રાતઃ થયો પ્રકાશ ? પિતાશ્રી ભાઈચંદભાઈ વકીલને ત્યાં અને સંસ્કારી માતાની કૂખે વિ.સં. ૧૯૫૬, મહા સુદ આઠમના પવિત્ર દિવસે પ્રભાતે ચાર પુત્રો ઉપર પુત્રીનો જન્મ થયો. સ્વાભાવિક જ છે કે તારાનાં તેજકિરણો હસે અને હસાવે.
એ સમયમાં કન્યા કેળવણીને મહત્ત્વ આપવામાં આવતું નહીં. સંસ્કારી માતાપિતાને કારણે તેમનામાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતું. સત્તર વર્ષની વયે તારાબહેનનાં ડાહ્યાભાઈ સાથે લગ્ન લેવાયાં, પરંતુ હજી તો તેમનાં લગ્નને વર્ષ પણ પૂરું ન થયું ત્યાં તો ડાહ્યાભાઈને સખત માંદગી આવી અને નશ્વરદેહનો ત્યાગ કરી જતા રહ્યા. વસંત મહોરે તે પહેલાં તો તારાબહેનના જીવન ઉપર પાનખર ત્રાટકી ગઈ.
નવનીત લાધ્યું ઃ તે સમયે શ્રી તારાબહેનને પૂશ્રી સૂરજબાઈ મ.સ.નો સત્સંગ થયો. જીવનની ક્ષણભંગુરતા અને આત્માની શાશ્વતતાની પિછાણ થવા લાગી. શાસ્ત્રનો મર્મ હાથ લાગ્યો. તારાબહેનની ડૂબતી મઝધારને દિશા સાંપડી. પૂ.શ્રી ઝબકબાઈ મ.સ.ના સમાગમે તેમના ધર્મના સંસ્કાર ઝબકવા લાગ્યા.
કસોટી : તારાબહેનને માર્ગ અને માર્ગદર્શક બંને મળી ગયાં હતાં, પણ ત્યાં તેમને લોહીની ઊલટીઓ શરૂ થઈ. પ્રવજ્યાના પંથે પ્રયાણ કરતાં અવરોધરૂપ ન બને તે માટે કુટુંબને ખબર પડવા દીધા વગર પૂ. શ્રી વસુમતીબાઈ મ.સ. અને પૂ. પ્રભાબાઈ મ.સ. વૈદ્યને ત્યાંથી દવા લાવી આપતાં અને તે દવાથી તેમણે તેમની તબિયત સુધારી', પણ કુટુંબીજનોની આજ્ઞા મળતી ન હતી.