Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૬૫
સંપ્રદાયનું હિત કે ઉન્નતિ તે શાસનની શોભા છે. તેવી ઉદાત્ત ભાવના આ ગુરુઓનાં હૈયે વસી હતી. સંપ્રદાયોને કારણે કોઈનાં હૈયા વિભાજિત થય ન
હતા.
પૂ. શ્રી સં. ૨૦૧૭ની સાલમાં પૂ. શ્રી મધુબાઈ મ.સ. સંયમનાં દાન દઈ સરસપુર પધાર્યાં. ત્યાંથી પ્રમુખશ્રીની ચૌદસ-અમાસે–બીજે દિવસે નવદીક્ષિતને સાથે લઈને છીપાપોળ વ્યાવહારિક રીતે પધારે તેવી ઇચ્છા હોવા છતાં તેઓ છીપાપોળ પધાર્યાં અને ખરે જ ત્યાં પૂ. શ્રીને સિવિયર હાર્ટ એટેક આવ્યો પાનું ફરે અને સોનું ઝરે તેમ પૂ. શ્રીના મુખરૂપી ગંગોત્રીમાંથી દસ વૈકાલિક સૂત્રના માધ્યમે વીતરાગ વાણી વહેવા લાગી. શ્રાવણ સુદ પાંચમની બપોરે ૭માં અધ્યયનનો પ્રારંભ થયો. સાંજનું પ્રતિક્રમણ કર્યું અને રાત્રિએ એક દીપ બુઝાયો અને અનેક દીપ પ્રગટ્યા.
પૂ. શ્રી દરિયાપુરી સંપ્રદાયના ‘કોહિનૂરનાં હીરા' સમાન હતાં. નીડર હતાં. સ્પષ્ટવક્તા અને વ્યાખ્યાનમાં વિખ્યાત હતાં.
આપને અમારાં અગણિત વંદન.
ઝળહળતો તારલિયો
પૂ.શ્રી તારાબાઈ મહાસતીજી
[દરિયાપુરી સંપ્રદાય]
પાલનપુરની ભૂમિમાં પ્રાતઃ થયો પ્રકાશ; ચમક્યો તારો એક
મહાન......
શુભ નામ ઃ તારામતી.
જન્મદિન અને જન્મભૂમિ : સં. ૧૯૫૬, મહા સુદ ૮. મુ. પાલનપુર. માતાપિતા: પિતાશ્રી ભાઈચંદભાઈ વકીલ.
દીક્ષાદાતા : ગુરુણીમૈયા પૂ.શ્રી સૂરજબાઈ મ.સ. સંપ્રદાય : દરિયાપુરી સ્થાનકવાસી.