Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૫૬ ]
[ અણગારનાં અજવાળા હતી. નેત્રમાંથી સદાય અમી ઝર્યા કરતું. તેમના હાથપગ સદાય સાધ્વીજીઓની સેવામાં ગતિમાન રહ્યા.
સેવાધર્મ ઃ પરમગહનો યોગિનામપ્યગમ્યમ્ II નવ વર્ષ સુધી માંદા રહેલાં પૂ.શ્રી કાન્તાબાઈ મ.સ.ની અખંડ સેવા કરી. તેમને પડેલા ઘારામાં દવામાં બોળેલી દીવેટો મૂકી. એક નર્સનું અદ્ભુત સેવાકાર્ય કરી તેમને શાતા પમાડતાં. પૂ.શ્રી વીજકોરબાઈ મ.સ.ના ગૂમડાં આદિ દર્દોમાં તેમનો જ હાથ તેમને શાતાકારી લાગતો. પોતાનાં ગુરુણીમૈયાના સારંગપુર મુકામે સ્થિરવાસ દરમિયાન તેઓ કાળધર્મ પામ્યાં ત્યાં સુધી તેમની તેમણે એકધારી સેવા કરી. પૂ.શ્રી ઝબકબાઈ મ.સ.ને કેન્સરનું જીવલેણ દર્દ થતાં તેમના શરીરમાંથી બદબો નીકળતી. તો પણ કોઈપણ જાતની સૂગ વગર તેમની સેવા કરી. પૂ.શ્રી શકરીબાઈ મ.સ.ને હાડકાનું કેન્સર થતાં તે આખા શરીરમાં ફેલાતાં ખૂબ વેદના અનુભવતા. તેમની રાતદિવસ ખડેપગે સેવા કરી તેમને સ્વાધ્યાય આદિ ધર્મમાં રત રાખતાં. પૂ.શ્રી નાથીબાઈ મ.સ. પોતે પણ શારીરિક નબળાઈથી નંખાઈ ગયા હતાં છતાં સેવાના તો એ ભેખધારી રહ્યાં. પૂ. શ્રી કાન્તાબાઈ મ.સ.ને ગામ નાનું હોવાને કારણે તેને માથે બોજો ન પડે તે માટે થઈને તેમને સંથારો કરાવ્યો’ પણ બહાર પાડ્યો ન હતો.
પાયા વીરા મહાવોદિ સાધનાના આ મહામાર્ગે વીર પુરુષો જ ચાલી શકે છે, એટલે વીરતાની પ્રથમ આવશ્યકતા છે. પૂ.શ્રી નાથીબાઈ મ.સ. તેમના પૂ. પિતાશ્રી જેવાં જ વીર અને ધીર હતાં. તેઓ હૃદયથી અત્યંત કોમળ પણ સ્વભાવથી વીર હતાં. તેમણે અન્યમતિઓ દ્વારા થયેલા ઉપસર્ગો સમતાથી સહ્યા. ગામમાં આવેલા ધાડપાડુઓથી સૌ ભાગ્યાં, પણ તેઓ ન ભાગ્યાં. નિય મયાન સેવII ત્તિ | સર્વ ભયોને જીતનાર ભગવંત અરિહંતના ઉપાસકો છે. જાણે કે ભગવાનનો અતિશય ત્યાં પણ પહોંચે છે. ધાડપાડુઓ કાંઈ પણ લૂંટ્યા વગર ભાગી ગયા. સારંગપુરના ઉપાશ્રયમાં વેશધારી ગુંડાઓને ભગાડ્યા હતા. અમદાવાદના હુલ્લડ દરમિયાન ૧૩મી તારીખે ૧૩ સાધ્વીજીઓને જીવતાં જલાવી નાખીશું–ની જાસાચિઠ્ઠી આવતાં તેઓ નીડરતાથી પોતે બારણા પાસે સૂઈ રહેવાનું પસંદ કર્યું. પૂ.શ્રી પ્રફુલ્લાબાઈ મ.સ. (લેવા પાટીદાર)ની દીક્ષા વખતે આવતી ધમકીઓ અને વિનોને કુશળતાથી પાર પાડી દીક્ષા આપી.