Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૫૧ બુદ્ધ તેમના અંતિમ દિવસે માત્ર ત્રણ શબ્દો બોલ્યા. પ્રકાશ શોધવો હોય તો સ્વયં અંદર ઊતરીને પ્રકાશ શોધવાનો હોય છે. બહાર અજવાળું શોધવા જવાનું નથી. પોતાની ભીતરમાં જ નજર કરવાની છે, તો જ સત્યપ્રકાશ લાધશે. આત્મસાક્ષાત્કાર થશે. પરમતત્ત્વને પામી જીવનનો અર્થ પ્રાપ્ત કરી શકાશે. અંતે પરમ તત્ત્વના પ્રકાશને પામી શકાશે અને જીવન સાર્થક બનશે.
એવાં જ હતાં પૂ. શ્રી દિવાળીબાઈ આર્યાજી. તેમના નામ પ્રમાણે તેમનું અંતર જ્ઞાનની તેજસ્વી દીપિકા સમું ઝળહળતું હતું અને સમાજમાં જ્ઞાન અને વ્યાખ્યાનથી દીપોત્સવીની જેમ ઝગમગતાં હતાં, કારણ દીક્ષા અંગીકાર કર્યા બાદ પૂ. શ્રી ગુરુ ભગવંતો અને ગુરુણીમૈયાના પાવન સાનિધ્યમાં રહી આગમના સૂત્રોનો-આગમિક સાહિત્યનો ખૂબ જ ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો.
જેઓ ખરેખર સ્થાનકવાસી જૈન શાસનના તેમજ દરિયાપુરી સંપ્રદાયના તેજસ્વી, ઓજસ્વી, પ્રતિભાસંપન્ન, આગમનાં ઊંડા અભ્યાસી, વિશાળ શિષ્યા પરિવારના ધારક સાધ્વીરત્ના હતાં. ચુસ્ત આચારસંહિતાના કડક રીતે પાલનકર્તા અને આગમ પ્રમાણે સાધુ સમાચારીનું પોતે પાલન કરવામાં ઉદ્યમી હતા. એટલું જ નહીં પોતાની શિષ્યા પાસે પણ પ્રેમ અને મીઠાશથી જરૂર પડે તો કડક અનુશાસનથી પણ વિશુદ્ધ સમાચારીનું પાલન કરાવતા. એવા પોતે ગુજરાત, ઝાલાવાડ તેમજ સૌરાષ્ટ્રના ખમીરવંતાં અને ગૌરવશાળી સાધ્વીજી હતાં. સાધ્વી હોવા છતાં એક પ્રતિભાસંપન્ન સાધુ સમા આગવી પ્રતિભા ધરાવનાર હતાં, એટલે તેમના આચાર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને જ્ઞાનસભર તેમના પ્રખર વ્યાખ્યાનની તેજધારાથી સારુંયે ગુજરાત પ્રભાવિત થતું.
સત્ય સાક્ષાત્કાર માટે છે.
સિદ્ધાંતો જીવવા માટે છે. સિદ્ધાંત ન જીવાય ત્યાં સુધી માણસ અધૂરો ગણાય છે. ક્રોધ ન કરવો જોઈએ પણ જો તેના ઉપર કાબૂ ન મેળવાય તો એ સિદ્ધાંત જિવાયો તેમ કઈ રીતે કહી શકાય? ગાંધીજીએ સત્ય-અહિંસાના સિદ્ધાંતો સંપૂર્ણ રીતે