Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૫૦ ]
[ અણગારનાં અજવાળા પૂ. શ્રી સિદ્ધિશીલાજી મ.સ. બહુ પ્રેમાળ, સરળસ્વભાવી, જ્ઞાની-ધ્યાની અને સ્તવનો એવાં સુંદર ગાય જાણે ભક્ત પણ એકરસ બની ભગવાન બની જાય! પૂ. શ્રી મુક્તિશીલાજી મ.સ. ૧૮ વર્ષની ઉંમરનાં બાળસાધ્વીજી છે. થોકડાનું તેમને અભુત જ્ઞાન છે. દોઢ કલાક સુધી વ્યાખ્યાન આપતાં થાકે નહીં અને તેમની ઉંમર જેટલાં સિદ્ધાંતો-સૂત્રો તેમણે કંઠસ્થ કર્યા છે. પૂ. શ્રી નૈતિકમુનિજી નાના ૧૬ વર્ષની ઉંમરનાં બાળ તપસ્વી છે.
અજરામર સંપ્રદાયમાં આવી તેઓ સર્વે પોતાના નિશ્ચિત માર્ગ ઉપર જ્ઞાનીધ્યાની બની સંયમપંથને ઉજાળતાં આગળ વધી રહ્યાં છે, જાણે અજરઅમર બની સંપ્રદાયનું નામ અજરામર સાર્થક કરવાના ન હોય!
જેનું સમતામાં મન છે તેઓને આખો સંસાર જિતાયેલો છે. આ છે અણગાર અમારા તેમને અમારા કોટિ કોટિ વંદન હજો.
જ્ઞાન દીવડી પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.
(દરિયાપુરી સંપ્રદાય) પરિચય : નામ : દિવાળીબહેન ગુરુજી : પૂ. શ્રી રઘુનાથજી સ્વામી लोगं च आणाए अभिसमेचा अकुओमयं
જે સત્યની આશામાં હોય છે એને જગતમાં કોઈનો ભય રહેતો નથી. અને સર્વથા સનાથ અને નિર્ભય છે. (આરાધના, અર્પણતા કે ભક્તિ એક યા બીજા સ્વરૂપે એક ભાવનાસૂચક જ છે, પરંતુ ભક્તિને નામે કોઈ અનિષ્ટ તત્ત્વ પેસી ન જાય એટલે શ્રી આચારાંગકાર “સત્યની આરાધના કરી વ્યક્તિપૂજા નહીં પણ ગુણપૂજા બતાવે છે).
ખે તો ભવ”—તારો દીવો તું જ થા. પોતાનો દીવો સ્વયં બનો.