Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૪૪ ]
[ અણગારનાં અજવાળા
રાખી તો રાત નિર્વિઘ્ને પસાર થઈ ગઈ. એક જૈનેતરભાઈ દિવાલ કૂદી ઉપાશ્રયમાં આવતાં તેને જોરશોરથી પડકાર્યો અને આવ્યો તેવો જતો રહ્યો. પૂ.શ્રી આવાં નીડર, જાગૃત અને સાવધાન રહેતાં.
વ્યસનમુક્તિ : પૂ.શ્રી વેલબાઈને ચાનું ભારે વ્યસન હતું. વિહારમાં ચા ન મળતાં તેમને ભારે બેચેની થતી. પૂ. ગુરુદેવશ્રી શામજી સ્વામીની ચા છોડવાની આજ્ઞાને આ શિષ્યારત્ને સાદર સ્વીકારી લીધી. ચા વગર શરૂઆતમાં તેમને ખૂબ તકલીફ પડી, પણ આખરે તે ચાના વ્યસન ઉપર પૂ. સતીજીએ વિજય મેળવ્યો અને પછી એવો નિયમ બની ગયો કે દરેક સંયમીએ અન્ય ત્યાગ સાથે ચાનો ત્યાગ કરવો જ. એવું બનતું કે કચ્છના રવ ગામે તેમનો ચાતુર્માસ થતાં પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.ના કંઠની મધુરતાભર્યા વ્યાખ્યાનમાં પર્યુષણ-પર્વથી રોજ એક સર્પ આવતો. વ્યાખ્યાન સુધી તે ઝૂલ્યા કરતો. પર્વની પૂર્ણાહુતિએ બાજુના ખંડેરમાં તે સર્પદેહનો મૃતદેહ દેખાયો. ભચાઉમાં પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ.ની તબિયત બગડતાં સંઘવાળાએ તેમને માટે ટેક્સી મંગાવેલ ત્યારે પૂ.શ્રીને તે વાત પસંદ ન પડતાં આખી રાત પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.એ અજરામરજી સ્વામીનું સ્મરણ કર્યું. પૂ. શ્રી અજરામરજીનું સ્મરણ કરતાં સવારે તે ટેક્સીવાળો આવ્યો જ નહીં. પૂ.શ્રી ખુશ થઈ ગયાં.
ખમીર : પૂ.શ્રી વગેરે સં. ૨૦૦૯માં ચાતુર્માસ માટે ધોરાજી જતાં રસ્તામાં વડિયાના નદી કાંઠે ઉપાશ્રયે ઊતરતાં પુષ્કળ વરસાદ વરસતાં ઉપાશ્રયની દીવાલ તૂટી પડી. પાણી ઉપાશ્રયની અંદર ભરાવા માંડ્યું. બધું જ જળબંબાકાર થઈ ગયું. નદી ઉપાશ્રય જાણે એક થઈ ગયાં. સર્વે પૂ. સતીવૃંદે પહેલા માળે પહોંચી ટૂંકમાં પ્રતિક્રમણ કરી સાગારી સંથારો લીધો. નવકારમંત્રના જાપ શરૂ કર્યા અને રાતના પ્રથમ પહોરથી નદીનાં પૂર ઓસરવાં માંડ્યાં અને તેઓ જીવલેણ ઉપસર્ગમાંથી મુક્ત થયાં. આર્યપુરુષોએ સમતામાં ધર્મ કર્યો છે. સુખ, દુ:ખ, માન-અપમાનમાં જે ક્ષુબ્ધ થતો નથી, તેવા ઉભયને એક ભાવથી સ્વીકારનાર સ્થિતપ્રજ્ઞ હોય છે. એક વખત કચ્છના રણ બાજુ ભોમિયા સાથે વિહાર કરીને જતાં તેઓ ભૂલાં પડ્યાં. ખૂબ થાક્યાં અને પાણીની ખૂબ તરસ લાગી. સાથે રહેલા વૈરાગી ભાઈ