Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૩૬ ]
[ અણગારનાં અજવાળા નડિયાદમાં માત્ર દોઢ-બે કલાકમાં ૧૪૨ ગાથાના આ શાસ્ત્રની રચના કરેલી, જેમાં આજે પણ એક પણ શબ્દનો ફેરફાર કરવાનું મન ન થાય એવી સુરેખ અને સંશ્લિષ્ટ કૃતિ છે, જેમાં એક સનાતન સત્યની તેમણે વાત કહી. “આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.”
તે પોતે જ કેવા હતા?
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.”
પૂ. શ્રી તરુલતાબાઈ મ.સ.ની વિવેચનની વિશદતા તથા વ્યાપકતાને કારણે આ શાસ્ત્રની ૧૪૨ ગાથાનો સમાવેશ ૧૦૭ પ્રકરણમાં અને ૧૨૦૦ પૃષ્ઠમાં વહેંચાયેલો આ ગ્રંથ બહુ મોટો થઈ જવાને કારણે ત્રણ પુસ્તકોમાં તેનું વિભાજન કરવામાં આવ્યું, જેના પહેલા વિભાગમાં ૧ થી ૪૨ ગાથાનું વિવેચન કરવામાં આવ્યું, જેમાં જીવ ક્રિયા, જડત્વ અને શુષ્કજ્ઞાનમાં અટવાઈને સ્વને ભૂલી ‘પર’માં કેવો રત થઈ ગયો છે તે વિષે દર્શાવવામાં આવ્યું છે.
પુસ્તકના બીજા ભાગમાં ૪૩ થી ૧૧૮ ગાથાઓનું વિવેચન છે જેમાં આત્માનાં છ પદોનું કથન, તેના વિષે ઉદ્ભવતી શિષ્યની શંકાઓ તથા ગુરુદેવે કરેલી શંકાનું સમાધાન આવરી લેવામાં આવ્યાં છે.
ત્રીજા ભાગમાં ૧૧૯ થી ૧૪૨ ગાથાઓનું વિવેચન છે, જેમાં શિષ્યને પ્રાપ્ત થયેલ બોધિ–બીજના ફળ સ્વરૂપ આત્માનું યથાર્થ સ્વરૂપે તેને દર્શન થાય છે.
આમ પૂ.શ્રીએ પ્રત્યેક ગાથામાંથી મહત્ત્વનું અડધું ચરણ લઈ તેમાંના કોઈ અર્થ ગર્ભ શબ્દને પસંદ કરી તે શબ્દનો અર્થ વિસ્તાર સહિત સમગ્ર ગાથાનો ભાવ સરળ અને સુબોધ ભાષામાં સદૃષ્ટાંત સમજાવ્યો છે. તેનો પરમ અને ગહન મર્મ દર્શાવ્યો છે. તેમની કવિહૃદયની સંવેદનશીલતા, ઋજુતા, અધ્યાત્મ-અસર નીચેનું તેમનું મનન-ચિંતન, તેમાંથી પ્રગટ તેમનો તલસાટ, તેમના ભાષા ઉપરનાં પ્રભુત્વ અને પ્રતિભાના દર્શન કરાવે છે. ૪૧