Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૪૦ ]
[ અણગારનાં અજવાળા
કંકુબાઈ રોજ સાંજે પ્રતિક્રમણ કરવા જતાં અને પુત્રને બાજુમાં બેસાડતાં. એક વખત એક સાંજે મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે માતાને આમતેમ આંટા મારતી જોઈ તે પાંચવર્ષીય બાળક અજરામરે માતાને તેની ચિંતા વિષે પૂછતાં માતાએ જણાવ્યું કે “આજનો પ્રતિક્રમણ વિનાનો મારો દિવસ નિષ્ફળ જશે.” ત્યારે પુત્રએ કહ્યું કે “મા! તેમાં ચિંતા શું કરો છો? હું તમને આખું પ્રતિક્રમણ કરાવું. તમારી સાથે રોજ આવતાં મને આખું પ્રતિક્રમણ આવડી ગયું છે” અને તેમ કહી તે બાળકે તેની માતાને આખું પ્રતિક્રમણ વિધિ સહિત કરાવ્યું.
આત્મકલ્યાણના રાહે ઃ પતિના અચાનક વિયોગથી માતા કંકુબાઈને સંસારની ક્ષણભંગુરતા અને અસારતા સમજાવા માંડી હતી. તેમના માનસપટ ઉપર વૈરાગ્યના ઉજ્વલ ભાવો રમવા માંડ્યા હતા. ધર્માભિમુખ થવા માંડ્યાં હતાં. પુત્રને પણ તે જ ધર્મના સંસ્કારોથી ભીંજવતાં રહ્યાં. કંકુબાઈને આત્મકલ્યાણનો રાહ પસંદ પડવા માંડ્યો. પણ “સ્ને પાશા મયંરા'' ઉક્તિ પ્રમાણે નાનકડા કોમળ બાળકનું શું તે ચિંતા તેમને સતાવતી હતી. ત્યારે ‘દત્તો! નિવિવાસમ્સ નસ્થિિિવવિ તુમ્ । આ લોકમાં જેને સંસારનાં સુખોની તૃષ્ણા નથી તેને માટે કાંઈ દુષ્કર નથી. તે નાનકડા પુત્ર અજરામરે માતાને મૃગાપુત્રની જેમ ખાત્રી આપી કે મારી તરફથી તમે નિશ્ચિંત રહેજો પણ હવે આત્મકલ્યાણના માર્ગમાં જવા માટે મારું મન પણ તત્પર બન્યું છે.’ માટે માતા! હવે તેમાં વિલંબ નથી કરવો. કારણ કે નાના વઘરૂ રવળી ન સા પરિળિયજ્ઞફ ।। જે જે રાત્રિ પસાર થઈ જાય છે તે પાછી આવતી નથી.
વૈરાગ્યની જ્યોત : આમ માતા કંકુબાઈ દ્વારા બાળક અજરામરના હૃદયમાં રોપાયેલાં સદ્વિચારોના એક કિરણે માતા અને પુત્ર બંનેનાં જીવનમાં ધર્મની, વૈરાગ્યની જ્યોતને જલાવી દીધી જે અનેક કાળના અજ્ઞાન અને મોહના તિમિરને વિખેરી નાખે છે. પુત્ર પાસે બુદ્ધિનો અખૂટ વૈભવ હતો પણ સાથે તે સહૃદયતાના સંસ્કારથી, સૌજન્યથી, સહનશીલતા, કોમળતા અને સરળતાના ગુણોથી વધુ સમૃદ્ધ હતો.
પ્રવ્રજ્યાના પંથે : લીંબડી સંપ્રદાયના રિવાજની અનુસાર કસોટીની સરાણે ચડ્યા પછી તેમાંથી પસાર થઈ પૂ. શ્રી ધર્મોદ્ધારક આ. શ્રી ધર્મદાસજી