Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૩૧ એકાએક દીપક પ્રગટ્યા ત્યારે પૂ. શ્રી ગુરુણીમૈયાએ પૂ. શ્રીને આ સિદ્ધિઓ નિર્જરાલક્ષી સંયમી સાધક માટે બાધકરૂપ છે તેમ કહ્યું. તેથી પૂ. શ્રીએ ત્યાર પછી ક્યારેય તે રાગને છેડ્યો નહીં.
“સેવા ઘ પરમદિનો યોગીનાર ગાય”
સેવાધર્મ પરમ ગહન છે તેમ માનતાં પૂ. શ્રી સેવામાં ક્યારેય પાછાં પડતાં નહીં તેમ કરતા પૂ. શ્રી મોઘીબાઈની સેવામાં ક્યારેય પાછાં પડતાં નહીં તેમ કરતાં પૂ. શ્રી મોંઘીબાઈની મ.સ.ની ખૂબ સેવા કરતાં અને પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.નો તેમનો આત્મા પરલોક સિધાવ્યો. ત્યાર પછી પૂ. શ્રી મણિબાઈ મ.સ. પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.ની સાધનાનું ખૂબ ધ્યાન રાખતાં. તેમને ખલેલ પડવા દેતા નહીં.
સાધના કરતાંકરતાં પૂ. શ્રીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. જેના અનેક દાખલાઓ છે. ઝેરી વીંછી કરડી જતાં પૂ. શ્રીને ઝેરની કોઈ અસર ન થઈ. એક બાળકીની માતાને ડૉક્ટરે મૃત જાહેર કરતાં પૂ. શ્રીએ તેમની હાજરીમાં માંગલિક સંભળાવી માતાને જીવિત કર્યા.
તીર્થકરની ગેરહાજરીમાં તેમની વાણીને લોકોના હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય પંચ મહાવ્રતધારી નિગ્રંથ સંતોનું છે. પૂ. શ્રીની પ્રવચનપ્રભાવના ખૂબ અસરકારક રહેતી. પૂ. શ્રીએ પૂ. શ્રી ગુરુણીની સેવાને મહાન નિર્જરા અને ઋણમુક્ત થવાના અવસરને અણમોલ સમજી પ્રસન્નતાપૂર્વક તેમની સેવા કરી. ત્યાં વાસ કરતો અને ધમપછાડા કરતો આવતો વ્યંતર પણ બદલાઈને ભક્ત થઈ ગયો. એક વખત પૂ. શ્રીની સાધના વખતે તેમની આજુબાજુ સર્પ વીંટળાઈ ગયો હતો. છતાં પોતે મેરુની માફક અડગ રહ્યાં હતાં.
તેઓ ઠંડીમાં મર્યાદિત વસ્ત્રો પહેરતાં અને એક વખત ચોમાસામાં પાણી ભરાઈ જતાં પાટ ઉપર પાંચ દિવસ સુધી આહાર, પાણીનો ત્યાગ કરીને બેસી રહ્યાં હતાં. દર્શનાર્થે આવનાર લોકોને તેમની પાસેથી જ્ઞાનની તૃપ્તિ મળતી. ગુમરાહને રાહ મળતો અને દુખિયાને દિલાસો મળતો. કેટલાકને વ્યસનમુક્તિ કરાવતાં. તેમની પાસે તેમની દયા અને અનુકંપાને - લીધે કૂતરાં, બિલાડાં, ગાય, બકરી વ ભાઈચારાની માફક રહેતાં. તેમની