Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૧૧ હતા. આ સિવાય, તેઓએ ૧૮ વર્ષ સુધી છઠ્ઠના પારણે છટ્ટ, ૨ વર્ષ સુધી અઠ્ઠમના પારણે અટ્ટમ, ૩ વર્ષ સુધી પ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ તપ કર્યું. ઉપરાંત ૨૦ માસખમણ, ૧૦ બે માસખમણ, ૪૦ અઠ્ઠાઈ ૧૦ દિવસની અભિગ્રહ સાથેની તપસ્યા, એક ચોમાસી તપ અને એક છ માસિક તપ કર્યું. વર્ધમાન આયંબિલ તપ વગેરેથી દીર્ધકાલીન તપ કરીને, તેઓ પોતાના આત્માને તપાવીને સુવર્ણ બનાવવામાં જાગૃત રહ્યા.
એક ભવવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા. નૈસર્ગિક પ્રતિભાના સ્વામી હતા. ઉપરાંત, પુરુષાર્થી, ઉત્સાહી, દેઢ ચારિત્ર્યનિષ્ઠ પણ હતા. એમણે જે વર્ષે દીક્ષા લીધી તેજ વર્ષે ચાતુર્માસમાં પાંચ આગમ ગ્રંથોને ફક્ત ત્રણ કલાકમાં એક પ્રહરમાં કંઠસ્થ કરી લીધા. પહેલા ચાતુર્માસમાં જ ૧૧ આગમ ગ્રંથોને કંઠસ્થ કરી લીધા. ઉપરાંત અન્ય મતના ગ્રંથ વેદવેદાંગ, શ્રુતિ, સ્મૃતિ, ન્યાય, દર્શન વગેરેનું અધ્યયન પણ પંડિત મુનિશ્રી નારાયણદાસજી પાસેથી વિનયપૂર્વક કરી લીધું.
ક્ષમાશ્રમણ પૂજ્યશ્રી ભૂધરજી મ.સા.ના દેહાવસાન સમયે આપે પ્રતિજ્ઞા કરી કે, “આજથી જીવનપર્યત ક્યારેય લાંબા થઈને સૂઈને ઊંઘ કરીશ નહીં.” આ નિયમ ૫૦ વર્ષ સુધી, જીવનની આખરી પળ સુધી એમણે પાળ્યો! અપ્રત્યાખ્યાનના પ્રભાવને લીધે જ તેઓશ્રીએ ૭૦૦ ભવ્ય આત્માઓને દીક્ષાનું દાન આપ્યું. પૂજ્યશ્રીએ મોટી સાધુ વંદણા રચી જૈન ભક્તિસાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
એકાવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા. સંયમ– સુમેરુ તો હતા જ સાથોસાથ તેજસ્વી કવિ, બહુશ્રુતધર, ધર્મપ્રભાવક અને સમર્થ સમાજ સુધારક પણ હતા. આપે અનેક રાજા-મહારાજાઓ, નવાબો, ઠાકુરો, જાગીરદારોને શિકાર, પરસ્ત્રી ગમન મધ-માંસસેવન વગેરે સાત વ્યસનોનો ત્યાગ કરાવ્યો હતો. સ્થળે–સ્થળે યોજાતા પશુબલિયજ્ઞ, નરબલિયજ્ઞ અને દાસપ્રથા, સતીપ્રથા વગેરે મિથ્યા આડંબરોને બંધ કરાવ્યા.
આચાર્ય શ્રી જયમલજી મ.સા.નો ઉપદેશ અત્યંત માર્મિક અને ભાવસભર હોય છે. જોધપુરના મહારાજા અભયસિંહજી, બીકાનેર નરેશ મહારાજ ગજસિંહજી, સિરોહી નરેશ મહારાજા માનસિંહજી, ઇન્દોરના