Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૧૯ મ.સા. દીવમાં ચાતુર્માસ કરવા પધાર્યા. એક તરફ સાગરના ઘેરા ગર્જન હતા તો બીજી બાજુ હૃદયમાં ઘૂઘવતા સંસારસાગરને તજવાનાં મનોમંથન શરૂ થયાં હતાં. જ્યારે સંસાર-નિષ્ક્રમણ કરવાનો દઢ સંકલ્પ તેમણે કર્યો ત્યારે તેમની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ તેમની માતા હીરબાઈ, બહેન વેલબાઈ, બહેનનો પુત્ર હીરાચંદભાઈ તથા વેલબાઈની પુત્રી માનકુંવરબાઈએ પણ તેમની સાથે જ દીક્ષા લેવાના ભાવ પ્રગટ કર્યા. વિ. સં. ૧૮૧૫ના કારતક વદ દશમના માંગલિક દિને પૂ. શ્રી ગુરુદેવે સ્વમુખે તે પાંચેય ભવ્યાત્માઓને માંગલિક, સામાયિક સૂત્ર અને દીક્ષામંત્ર સંભળાવ્યાં.
આધપ્રવર્તિની : ગોંડલ સંપ્રદાયને જેવી રીતે ડુંગરશીજી મ.સાહેબે સ્થાપિત કરી અને તેનું જ્ઞાન-વૈરાગ્યામૃતથી નિર્માણ કર્યું તેવી રીતે ગોંડલ સંપ્રદાયની સાધ્વીઓમાં આદ્યપ્રવર્તિની થયાનું સન્માન માનકુંવરબાઈ મ.સ.ને પ્રાપ્ત થયું. સાધ્વીસંઘની સ્થાપના એમનાથી થઈ હતી. બાળપણના તેમનાં સંસ્કારબીજોને પૂ. શ્રી રત્નસિંહજી મ.સાહેબે તેમના ધર્મજળથી પોપ્યાં હતાં. પૂ.શ્રી માનકુંવરબાઈ મ.સ. પ્રતિભાશાળી હતાં. તેમની બુદ્ધિ તીણ હતી. પ્રકૃતિ ભદ્ર હતી. સાધુજીવનના આચારવિચારોનું ચુસ્તપણે પાલન કરતાં. સુમધુર કંઠે વિવિધ વિષયો ન્યાયપૂર્વક સમજાવવાની તેમની શૈલી હતી. રોચક, પ્રેરક અને બોધક તેમની વ્યાખ્યાનવાણી હતી. અનેક ભવ્યાત્માઓ વ્રત, પ્રત્યાખ્યાન, તપ, ત્યાગ તથા ધ્યાનના માર્ગે ચડી જીવનકલ્યાણ સાધી શક્યા હતો.
સંઘર્ષ : જીવન એટલે જ સંઘર્ષ. તેમાં સ્ત્રીઓ ઉપર ઘણાં કારણોસર સંઘર્ષો આવવાની સંભાવના ખરી. એક વખત એક વિષયાંધ ગરાશિયો પૂ. શ્રીને જોઈ મોહાંધ થયો હતો અને પૂ. શ્રી આદિ જે ઘરમાં ઊતર્યાં હતાં ત્યાં તે ગરાશિયો તે ઘરના માલિક વણિકને પોતે રાત્રિએ ત્યાં આવશે તેમ કહી ગયો હતો. આ સાંભળી તે વણિક ગભરાયો અને બાજુના ગામમાં જ્યાં પૂ. શ્રી ડુંગરશીજી મ.સા. વિચરતા હતા. તેમને કહી આવ્યો. પૂ. શ્રી તાત્કાલિક પૂ. મહાસતીજી હતાં ત્યાં પહોંચી ગયા અને પૂ. મહાસતીજીઓને બીજે ચાલ્યા જવાનું કહી દીધું. આ સમાચાર મળતાં તે ગરાશિયો વણિક ઉપર ખૂબ ગુસ્સે થયો, પણ પછી દૂધને ઊભરો આવે અને પછી શમવા માંડે તેમ તે ગરાશિયાનો ગુસ્સો અને સાથે તેનું વિકારવિષ ઊતરી ગયું ત્યારે પશ્ચાતાપ થયો