Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૧૨ ]
[ અણગારનાં અજવાળા હોલ્કારમાં અહિલ્યાદેવી, નાગેરીના મહારાજા વખતસિંહજી, જૈસલમેરના મહારાજા શ્રી અખેરસિંહજી અને જયપુર નરેશ સવાઈ માધવસિંહજી પ્રથમ તથા દિલ્હી પતિ મોગલ સમ્રાટ મુહમ્મદશાહનો શાહજાદો વગેરે તો એમના ઉપદેશામૃતનું પાન કરીને સંપૂર્ણપણે એમને સમર્પિત થઈ ગયા હતાં.
વિ.સં. ૧૮૦૫, વૈશાખ સુદ ત્રીજે પૂજ્યશ્રીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું હતું. એ જ દિવસે અખિલ ભારતીય જયમલ જૈન શ્રાવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આગળ ઉપર એ પરંપરા “જયગચ્છ' નામથી પ્રસિદ્ધ થઈ. પૂજ્યશ્રીના વિહારક્ષેત્રો મુખ્યત્વે-રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મેવાડ, માળવા, દિલ્હી રહ્યા છે.
જીવનના આખરી ૧૩ વર્ષ શારીરિક કારણથી નાગૌરમાં સ્થિરવાસ કર્યો હતો. વિ.સં. ૧૮૫૧માં પૂજ્યશ્રીએ વિચાર્યું કે સંઘનું આચાર્યપદ જીવનના અંતિમ વર્ષોમાં આત્મ-વિશુદ્ધિની પૂર્ણ સાધનામાં અગવડરૂપ થશે તેથી તેમને લાગ્યું કે મારે આ આચાર્યપદ અને એ પદસંબંધી કાર્યોમાંથી મુક્ત થઈ જવું.
જૈન ઇતિહાસમાં આચાર્ય હોવા છતાં, યુવાચાર્ય બનાવવાની પરંપરા બધે જ છે. કેટલાય વર્ષોથી છે જ પરંતુ કોઈ આચાર્ય પોતાની હયાતી દરમિયાન પોતાનું આચાર્યપદ વસીરાવી, છોડી દઈને, યોગ્ય મુનિને પોતે જાતે જ આચાર્ય ચાદર શ્રદ્ધાપૂર્વક ઓઢાડે, તે તો સૌથી પ્રથમ તો આચાર્યશ્રી જયમલજી મહારાજ સાહેબ જેવા યુગપુરુષનું જ કાર્ય છે. પૂજ્યશ્રીએ યુવાચાર્ય શ્રી રાયચન્દ્રજી મ.સા.ને આચાર્ય જાહેર કરીને પોતે આચાર્યપદનો ત્યાગ કર્યો. ચતુર્વિધ સંઘ, નાગૌર શહેરમાં વિ.સં. ૧૮૫૧માં જેઠ સુદ બીજના શુભદિને ધર્મસભાની હાજરીમાં યુવાચાર્ય શયચન્દ્રજી મ.સા.ને આચાર્યપદની ચાદર ઓઢાડી તેમની સંઘાચાર્યની પદવી પર પ્રતિષ્ઠા કરી.
ફાગણ સુદ દશમે એ યુગપુરુષ નિયત મરણને જાતે જ વરવા માટે (ઇચ્છા મૃત્યુને ભેટવા માટે) સંથારો લેવાની અભિલાષા વ્યક્ત કરી અને સંથારા દરમિયાન ૧૧ એકાંતરા ઉપવાસ કરી, એક છઠ્ઠ કર્યો છઠ્ઠનું પારણું ન કર્યું અને વિ.સં. ૧૮૫૩, ચૈત્ર સુદ પૂનમને દિવસે એ દિવ્ય પુરુષે ચતુર્વિધ સંઘની હાજરીમાં સંથારાના પચ્ચકખાણ કર્યા.