Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૧૩ ૪૯ સંત તથા ૨૫૦ સતીજીઓ સંથારાની સેવામાં હાજર હતા. એમાંનાં ૧૬ સંતોએ એકાવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા.ના સંથારાની તન-મનથી દિવસ-રાત સ્વાધ્યાય-સેવા કરીને સાથ આપ્યો. દિવસ-રાત એક કરીને આ સંથારાની અવિરત સેવા કરનારા એ સોળેય સંતોએ કાલાન્તરે એક-એક માસનો સંથારો લીધો હતો.
જૈન જગતના આ યુગપુરુષને ૩૧ દિવસોના-દીર્ધ સંથારાનો લાભ મળ્યો. જૈન ઇતિહાસમાં વીતેલાં પાંચસો વર્ષમાં આવું એક પણ ઉદાહરણ નથી મળતું કે જેમાં કોઈ સંપ્રદાય કે આચાર્યપદ પર પ્રતિષ્ઠિત મહાન આત્માને આવો સંથારો ચાલ્યો હોય એ એ મહાપુરુષની ત્રણ પાટ સુધી એક-એક માસનો સંથારો, બધા જ ૧૦ પટ્ટધર આચાર્યએ લીધો હોય.
આચાર્યસમ્રાટ પૂજ્યશ્રી જયમલજી મ.સા.નો વિ.સં. ૧૮૫૭ના વૈશાખ સુદ ૧૪ના રોજ, ૩૧ દિવસનો સંથારો પૂર્ણ થયો. (સિદ્ધ થયો). આચાર્યસમ્રાટની નિર્જીવ પાર્થિવ કાયા જ બાકી રહી ગઈ. આત્માએ શરીરનો ત્યાગ કરી દીધો એકાવતારી આચાર્યસમ્રાટ સમાધિ ધર્મને વર્યા વગેરે જુદા જુદા શબ્દોથી, રાષ્ટ્રભરમાં એમના દિવંગત થવાના સમાચાર માનવીય સાધનો મારફત પ્રસારિત થતા ગયા.
અંતિમદર્શન અને પાર્થિવ શરીરના અગ્નિસંસ્કારમાં સામેલ થવા માટે દેશના નજીક તથા દૂરનાં સ્થળેથી હજારો જૈન તેમજ જૈનેતર શ્રદ્ધાળુ ભક્તો નાગૌર પહોંચ્યા. વિશાળ જનસમૂહની હાજરીમાં એ પાર્થિવ શરીર પંચતત્ત્વમાં વિલીન થઈ ગયું. બાકી રહી ગયો એ આદર્શ મહાન સંત શ્રેષ્ઠનું અમરત્વ પ્રાપ્ત થશઃ શરીર તેમજ ગૌરવશાળી જયગચ્છીય પરંપરા. એકાવતારી આચાર્ય જય જીવનપ્રકાશ : - એક પ્રવચન સાંભળીને જ વૈરાગ્ય જાગ્યો. ૩ કલાક (૧ પહોર)માં
ઊભાં-ઊભાં પ્રતિક્રમણ કંઠસ્થ કર્યું. * ૧૬ વર્ષ સુધી એક ઉપવાસનો વરસી તપ ૧૬ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ,
૨૦ માસખમણ તપ, ૧૦ બે માસખમણ તપ, ૪૦ અઠ્ઠાઈ તપ, ૯૦ દિવસ અભિગ્રહ સાથે તપ, એક વાર ચૌમાસી તપ, એકવાર છ માસી