Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૦૯
સર્જક
મોટી સાધુવંદણાના સર્જક
પૂ. શ્રી જયમલજી મહારાજ ભારત વર્ષની પવિત્ર ભૂમિએ અનાદિકાળથી, સમયે સમયે (યુગે યુગે) અનેક મહાપુરુષોને અવતરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. - આવા એક મહાપુરુષ, આચાર્યશ્રી જયમલજી મ. સાહેબ જેને ઉદ્યાનરૂપ બાગની રક્ષાને માટે રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલ મેડતા તાલુકાના લાંબિયા ગામે કામદાર મોહનદાસ મહેતાની સહધર્મિણી (ધર્મપત્ની) મહિમાદેવીની રત્નકુક્ષિએ વિ.સં. ૧૭૬૫, ભાદરવા સુદ ૧૩ના રોજ જન્મ્યા હતા. એમના જન્મ સમયે પિતા મોહનદાસજીએ ભવંડર ડાકુદળ ઉપર ઉલ્લેખનીય વિજય મેળવ્યો હતો, તેથી એ વિજય પ્રાપ્તિના ફળસ્વરૂપે બાળકનું નામ જયમલ' રાખવામાં આવ્યું.
જયમલજી બચપણથી બહુમુખી વ્યક્તિત્વના સ્વામી હતા. એમનો ઉત્સાહ તથા કાર્યકુશળતા અદ્ભુત હતી. અત્યંત તેજસ્વી પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ કોઈના પર અમીટ છાપ પાડતું હતું. પુણ્યશાળી, મેઘાવી (બુદ્ધિમાન) બાળક જયમલજી પ્રાતઃકાળના સૂર્યની જેમ સતત પોતાની બુદ્ધિશક્તિને વિકસાવતા પ્રગતિ કરી રહ્યા હતા.
બાવીસ વર્ષની વયે, રિયાં નિવાસી, કામદાર શિવકરણજી મુથાની સુપુત્રી લક્ષ્મીદેવી સાથે લગ્ન થયાં. આણાં તેડવાની તિથિ, ચાતુર્માસ પછી નક્કી થયેલ હોવાથી શ્રી લક્ષ્મીદેવી પિયરમાં હતા. લગ્નના છ માસ પછી, જયમલજી પોતાના મિત્રો સાથે વ્યાપારના કામ માટે કારતક સુદ ૧૪ના રોજ મેડતા ગયા હતા. મેડતાની બજારો બંધ જોઈને અને એ બંધનું કારણ બધા વ્યાપારીઓ આચાર્યશ્રી ભૂધરજી મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવા ગયા હતાં તેવું જાણીને તેઓ પણ પોતાના મિત્રો સાથે પ્રવચન મંડપે પહોંચી ગયા.
પૂજ્યશ્રી ભૂધરજી મ.સા. શેઠ સુદર્શનનું જીવનવૃત્તાંત પ્રકાશી રહ્યા