Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ] થયું. આ સંમેલનમાં સર્વાનુમતે પૂ. આચાર્યશ્રી આત્મારામજી મહારાજ સાહેબનું નેતૃત્વ સ્વીકારવામાં આવ્યું.
૩૦ જાન્યુઆરી ૧૯૬૨ ના પૂ. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા. એ સમયે પૂ. આનંદઋષિજી મુંબઈ–ઘાટકોપરમાં બિરાજીત હતાં. કોન્ફરન્સની મિટીંગ થઈ અને અજમેર સંમેલન ૧૯૬૪માં આનંદઋષિજીને કાર્યભાર સોપાયો અને આચાર્ય પદની ચાદર ઓઢાડી.
આચાર્ય બન્યા બાદ પહેલું ચાતુર્માસ રાજસ્થાન, દિલ્હી અને પંજાબના ક્ષેત્રોની સ્પર્શના કરી જૈન સંગઠનનું ખૂબજ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. જેનપાઠશાળા, સ્કુલો અને હોસ્પિટલો માટે પ્રેરણા કરી દિલ્હી, લુધિયાણા, જમ્મુ, મેરઠ, બડૌત શહેરમાં ચાતુર્માસ કર્યો.
૧૯૭૪માં મુંબઈના ગુજરાતી સમાજે પૂ. આનંદ ઋષિજીની ઉપસ્થિતિમાં રપમી ભગવાન મહાવીર નિર્વાણ શતાબ્દિનું સફળ આયોજન કર્યું.
૧૯૭૫નું વર્ષ આચાર્યશ્રીજીના જીવનનું ૭૫ મું વર્ષ હતું. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી વસંતરાય નાઈકની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવણીમાં પૂ. આનંદઋષિજીને “રાષ્ટ્રસંત' નામથી વિભૂષિત કર્યા.
જાલના ચાતુર્માસ વખતે આચાર્યશ્રી એક ઉર્દૂ ફારસી ગ્રંથનું અધ્યયન કરી રહ્યા હતા. કાંઈ તાત્ત્વિક સમાધાન મેળવવા મૌલવીને બોલાવવામાં આવ્યા. મૌલવી આવતાં વયોવૃદ્ધ આચાર્ય નીચે આસન ગ્રહણ કરવા ઊભા થયા. મૌલવીએ કહ્યું, “આપ અમારા બુઝુર્ગ છો, ફકીર છો. આપ ઊંચું આસન ગ્રહણ કરો. આચાર્યશ્રીએ કહ્યું.
જ્ઞાનના ક્ષેત્રમાં કોઈ ઉંચ નીચ નથી માટે વિદ્યા પ્રાપ્ત કરવી છે જેથી જેની પાસેથી વિદ્યા મેળવવી છે તેને જ ઊંચે આસને બેસાડવા તે વિવેકવિનય છે. આચાર્યની વિનમ્રતાથી મોલવી દંગ થઈ ગયા. ૧૯૮૩ માં નાસીક ચાતુર્માસમાં યુવાચાર્ય શ્રી મધુકર મિશ્રીમલજી મ.સા.નું મિલન થયું. ચાતુર્માસ બાદ પૂ. મધુકરજી કાળધર્મ પામ્યા.
પછી પૂના સંમેલનમાં ઉપઆચાર્ય પૂ. દેવેન્દ્રમુનિજી અને યુવાચાર્ય પૂ. શિવમુનિજી પદારૂઢ થયા.